ગાંધીનગર : કુડાસણમાં હથિયારો સાથે ત્રાટકેલી અમદાવાદની ટોળકીએ કર્યો હુમલો, 11 આરોપીઓ ગણતરીના કલાકમાં જેલ ભેગા
ગાંધીનગર: ગાંધીનગરના પોશ ગણાતા કુડાસણ વિસ્તારમાં ગત રાત્રે પૈસાની લેતીદેતી મામલે ભારે બબાલ અને લોહિયાળ મારામારીની ઘટના સામે આવી છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ સનસનાટીભરી ઘટના અંગે નાયબ પોલીસ અધિક્ષક (DySP) ડી. ટી. ગોહિલે સત્તાવાર નિવેદન જાહેર કરીને સમગ્ર હકીકત પરથી પડદો ઉઠાવ્યો છે. પોલીસે ગુનાની ગંભીરતાને જોઈને રાતોરાત એક્શન લઈને હુમલો કરનાર […]









