Thursday, 11 June 2026
  • Home  
  • “ભારતની પ્રગતિમાં નારી શક્તિની ભૂમિકા નિર્ણાયક”, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર PM મોદીનો સંદેશ
- દેશ-દુનિયા

“ભારતની પ્રગતિમાં નારી શક્તિની ભૂમિકા નિર્ણાયક”, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર PM મોદીનો સંદેશ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની તમામ મહિલાઓને હાર્દિક શુભેચ્છા પાઠવી છે. તેમણે ભારતની મહિલા શક્તિના દૃઢ નિશ્ચય, અદભૂત સર્જનાત્મકતા અને અજેય સફળતાને સલામ કરતા જણાવ્યું હતું કે, દેશની પ્રગતિને આકાર આપવામાં મહિલાઓની ભૂમિકા સતત વધી રહી છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ અપ્રતિમ જુસ્સા સાથે યોગદાન આપી […]

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની તમામ મહિલાઓને હાર્દિક શુભેચ્છા પાઠવી છે. તેમણે ભારતની મહિલા શક્તિના દૃઢ નિશ્ચય, અદભૂત સર્જનાત્મકતા અને અજેય સફળતાને સલામ કરતા જણાવ્યું હતું કે, દેશની પ્રગતિને આકાર આપવામાં મહિલાઓની ભૂમિકા સતત વધી રહી છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ અપ્રતિમ જુસ્સા સાથે યોગદાન આપી રહી છે, જે આખા રાષ્ટ્ર માટે પ્રેરણાસ્ત્રોત છે.

વડાપ્રધાને ‘X’ (અગાઉનું ટ્વિટર) પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ દ્વારા જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ એ વર્તમાન સરકારની પ્રાથમિકતા છે, મહિલા સશક્તિકરણ એ સરકારની અનેક યોજનાઓ અને પહેલોના કેન્દ્રસ્થાને છે. સરકાર એવી તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં દરેક મહિલા પોતાની સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કરી શકે. ભારતની વિકાસ યાત્રામાં મહિલાઓનું યોગદાન ‘વિકસિત ભારત’ બનાવવાના સામૂહિક સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.

PM મોદીએ વધુમાં જણાવ્યું કે ભારતની નારી શક્તિની સિદ્ધિઓ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની ભૂમિકા પરિવર્તનશીલ સાબિત થઈ રહી છે. તેમણે નોંધ્યું કે છેલ્લા એક દાયકામાં પાયાના સ્તરે (Ground Level) મહિલાઓના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. જેમ જેમ દેશ આગળ વધશે, તેમ મહિલાઓની આશાઓ અને તેમની મહેનત ભારતને એક મજબૂત અને વધુ સમૃદ્ધ રાષ્ટ્ર બનવા તરફ દોરી જશે.

વડાપ્રધાને હેશટેગ #NayeBharatKiNariShakti સાથે મહિલાઓના જીવનમાં આવેલા સકારાત્મક બદલાવની ઝલક પણ રજૂ કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic