Wednesday, 15 April 2026

Tag: India

દેશ-દુનિયા

મુંબઈ એરપોર્ટ પર DRIનું મેગા ઓપરેશન : નૈરોબીથી સોનું લાવતી મહિલાઓની આખી સિન્ડિકેટ દબોચાઈ

મુંબઈ: ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ સંગઠિત સોનાની દાણચોરી વિરુદ્ધ એક મોટું ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ‘ઓપરેશન ધાહબુ બ્લિટ્ઝ’ (Operation Dhahabu Blitz) હેઠળ DRI એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 29.37 કિલો સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે ₹37.74 કરોડ આંકવામાં આવી રહી છે. નૈરોબીથી […]

દેશ-દુનિયા

હૈદરાબાદમાં ચોરાયેલા સ્કૂટરનું આવ્યું ‘ચલણ’, ફોટો જોઈને માલિક પણ ચોંક્યો

હૈદરાબાદ: તેલંગાણાના હૈદરાબાદમાં એક અત્યંત રમુજી અને પોલીસ તંત્રની ઉદાસીનતા છતી કરતો કિસ્સો સામે આવ્યો છે. ફૈઝલ રહેમાન નામના એક વ્યક્તિનું સ્કૂટર ત્રણ મહિના પહેલા હબીબ નગર વિસ્તારમાંથી ચોરાઈ ગયું હતું. માલિકે તત્કાલ પોલીસ સ્ટેશન જઈને FIR પણ નોંધાવી હતી. પરંતુ મહિનાઓ વીતવા છતાં પોલીસ ચોર કે સ્કૂટરનો કોઈ પત્તો લગાવી શકી ન હતી. હારી-થાકીને […]

દેશ-દુનિયા મનોરંજન

Artemis II મિશન: ઓરિયન સ્પેસક્રાફ્ટના 32 કેમેરાએ પૃથ્વી અને ચંદ્રની અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ તસવીરો કેદ કરી

વોશિંગ્ટન: અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) ના આર્ટેમિસ II મિશનમાં માનવજાત ફરી એકવાર ચંદ્રની નજીક પહોંચી છે. આ મિશન દરમિયાન ઓરિયન (Orion) સ્પેસક્રાફ્ટમાં લાગેલા 32 અત્યાધુનિક કેમેરા દ્વારા પૃથ્વી અને ચંદ્રની એવી તસવીરો કેદ કરવામાં આવી છે જે જોઈને દુનિયા દંગ રહી ગઈ છે. નાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ તસવીરો શેર કરતા લખ્યું, […]

મનોરંજન

રણવીર સિંહની ફિલ્મ “ધુરંધર”ને લઈને અક્ષય કુમારે કહી મોટી વાત, ટ્રેન્ડને બદલે વાર્તા પર મૂક્યો ભાર

મુંબઈ: આદિત્ય ધરની સ્પાય ડ્રામા શ્રેણીનો બીજો ભાગ ‘ધુરંધર: ધ રિવન્જ’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યો છે. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે રિલીઝના માત્ર ચાર દિવસમાં જ ૭૬૧ કરોડ રૂપિયાનું જંગી કલેક્શન કરી લીધું છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ ૧૦૦૦ કરોડનો આંકડો વટાવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે પણ […]

દેશ-દુનિયા

“ભારતની પ્રગતિમાં નારી શક્તિની ભૂમિકા નિર્ણાયક”, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર PM મોદીનો સંદેશ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની તમામ મહિલાઓને હાર્દિક શુભેચ્છા પાઠવી છે. તેમણે ભારતની મહિલા શક્તિના દૃઢ નિશ્ચય, અદભૂત સર્જનાત્મકતા અને અજેય સફળતાને સલામ કરતા જણાવ્યું હતું કે, દેશની પ્રગતિને આકાર આપવામાં મહિલાઓની ભૂમિકા સતત વધી રહી છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ અપ્રતિમ જુસ્સા સાથે યોગદાન આપી […]

દેશ-દુનિયા

ઓમાનના દરિયાકાંઠે તેલના ટેન્કર પર હુમલો : એક ભારતીય નાવિકનું મૃત્યુ, ગુમ થયેલા અન્ય સભ્યો માટે સર્ચ ઓપરેશન શરૂ

મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે એક ઓઈલ ટેન્કર પર થયેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જગાવી છે. ઓમાનની દરિયાઈ એજન્સીના જણાવ્યા અનુસાર, મસ્કત પાસે ‘MV Skylight’ નામના જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ એક્શનમાં ઓમાનમાં આવેલી ભારતીય એમ્બેસી (Embassy […]

ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ

Iran-Israel War : ખાડી દેશોમાં નિકાસ ઠપ્પ, રમઝાન પૂર્વે સુરતના કરોડોના ઓર્ડર કેન્સલ થવાની ભીતિ

સુરત: હીરા અને કાપડ નગરી તરીકે જાણીતું સુરત અત્યારે મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે ભારે ચિંતામાં મુકાયું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા ભયાનક યુદ્ધના કારણે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સીધી રીતે પ્રભાવિત થયો છે. સુરતથી મોટાપાયે કાપડનો જથ્થો દરિયાઈ માર્ગે દુબઈ જાય છે અને ત્યાંથી અન્ય ખાડી દેશોમાં સપ્લાય કરવામાં આવે છે, પરંતુ […]

દેશ-દુનિયા

NCERT ના પુસ્તકમાં ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચારનું પ્રકરણ….! જાણો CJI સૂર્યકાંતે શું આપી ચેતવણી?

નવી દિલ્હી: શિક્ષણ જગત અને ન્યાયતંત્ર વચ્ચે એક મોટો વિવાદ છેડાયો છે. NCERT ના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’ વિશેના એક વિવાદાસ્પદ પ્રકરણ પર સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે સુઓ મોટુ (Suo Motu) સંજ્ઞાન લેતા NCERT […]

દેશ-દુનિયા મનોરંજન

Actor Dhanush-Mrunal Thakur Wedding : ધનુષ અને મૃણાલ ઠાકુરના ‘ગુપ્ત લગ્ન’નો ફોટો વાયરલ…!

તમિલ સુપરસ્ટાર અને રજનીકાંતના પૂર્વ જમાઈ ધનુષ ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા રજનીકાંત સાથેના છૂટાછેડા બાદ ધનુષના બીજા લગ્નની વાતો અવારનવાર થતી રહે છે, પરંતુ આ વખતે બોલિવૂડ અને સાઉથની સુંદર અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે તેનું નામ જોડાતા ફેન્સ આશ્ચર્યમાં મુકાયા છે. ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં […]

દેશ-દુનિયા બિઝનેસ

ગ્રીનલેન્ડ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની યુરોપને ખુલ્લી ધમકી : 8 દેશો પર 10% વધારાનો ટેરિફ ઝીંક્યો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન દેશો વચ્ચે ગ્રીનલેન્ડના માલિકી હક્ક મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા એક મહિનાથી ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ઈચ્છા વ્યક્ત કરનારા ટ્રમ્પે હવે આ મુદ્દે અમેરિકાનો સાથ ન આપનારા 8 શક્તિશાળી યુરોપિયન દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ ઝીંકવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી વૈશ્વિક બજાર અને […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic