Thursday, 11 June 2026
  • Home  
  • ચાંગા ચારુસેટ યુનિ.માં સાયબર ક્રાઇમ અવેરનેસ વર્કશોપ યોજાયો
- ગુજરાત - મધ્ય ગુજરાત

ચાંગા ચારુસેટ યુનિ.માં સાયબર ક્રાઇમ અવેરનેસ વર્કશોપ યોજાયો

ચાંગા: ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ગુનાઓ અને ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ વચ્ચે ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઈડ સાયન્સિસ (PDPIAS) ખાતે એક મહત્વપૂર્ણ સાયબર સિક્યુરિટી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વુમન ડેવલપમેન્ટ સેલ (WDC-PDPIAS) અને સાયબર કવચ ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમની થીમ “Hack the Hacker” રાખવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ […]

ચાંગા: ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ગુનાઓ અને ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ વચ્ચે ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઈડ સાયન્સિસ (PDPIAS) ખાતે એક મહત્વપૂર્ણ સાયબર સિક્યુરિટી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વુમન ડેવલપમેન્ટ સેલ (WDC-PDPIAS) અને સાયબર કવચ ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમની થીમ “Hack the Hacker” રાખવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને હેકર્સની ચાલથી વાકેફ કરી સુરક્ષિત રાખવાનો હતો.

આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા સાયબર ક્રાઈમ વિભાગના ASI મુસ્તાકીમ મલેક અને PSI બી. એસ. ભરવાડ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં થતા વિવિધ સાયબર ફ્રોડ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

  • સોશિયલ મીડિયા સેફ્ટી: બ્લેકમેલિંગ અને હનીટ્રેપ જેવા કિસ્સાઓથી કેવી રીતે બચવું.
  • ડીપફેક ટેકનોલોજી: AI દ્વારા બનતા ફેક વીડિયો અને ઓડિયો (Deepfake) ને કેવી રીતે ઓળખવા.
  • કાનૂની જોગવાઈઓ: IT Act હેઠળ થતી કાર્યવાહી અને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા.

વર્કશોપ માત્ર થીયરી પૂરતો મર્યાદિત ન રહેતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું. જેમાં લાઈવ હેકિંગ ડેમો આપીને કેવી રીતે ડેટા ચોરી થઈ શકે છે તેની જીવંત ઝલક બતાવાઈ હતી. કેમ્પસમાં સાયબર સુરક્ષા આધારિત ટ્રેઝર હન્ટ રમાડવામાં આવી હતી. તેમજ દરેક વિદ્યાર્થીના મોબાઈલમાં 2-Factor Authentication (2FA) અને પ્રાઈવસી સેટિંગ્સ લાઈવ ચેક કરાવવામાં આવ્યા હતા.

ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન ડો. ગાયત્રી દવે અને પ્રિન્સીપાલ ડો. અભિષેક ડઢાણિયાના માર્ગદર્શન હેઠળ આ સફળ આયોજન થયું હતું. કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડો. નીરૂ પટેલ તેમજ સ્ટુડન્ટ કો-ઓર્ડીનેટર ક્રિશ પંચાલ અને હિતાંશ પરીખે વ્યવસ્થા સંભાળી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ ભાગ લઈ ડિજિટલ સુરક્ષાનો સંકલ્પ લીધો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic