Friday, 30 October 2026
  • Home  
  • વડોદરાના 5 ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર : “અધિકારીઓ જનતાને પૂછે છે, ધારાસભ્યની મદદ કેમ માંગી?”
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરાના 5 ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર : “અધિકારીઓ જનતાને પૂછે છે, ધારાસભ્યની મદદ કેમ માંગી?”

વડોદરા: રાજ્યના વહીવટી તંત્રમાં અધિકારીશાહી હાવિ થઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંયુક્ત પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો છે. ધારાસભ્યોએ પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે હાલ રાજ્યમાં વહીવટી તંત્ર જાણે ખંભોળે ચડ્યું છે અને પ્રજાના પ્રશ્નો અધિકારીઓના કાન સુધી પહોંચતા જ નથી. અધિકારીઓ પ્રજાને પૂછે છે – “ધારાસભ્ય […]

વડોદરા: રાજ્યના વહીવટી તંત્રમાં અધિકારીશાહી હાવિ થઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંયુક્ત પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો છે. ધારાસભ્યોએ પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે હાલ રાજ્યમાં વહીવટી તંત્ર જાણે ખંભોળે ચડ્યું છે અને પ્રજાના પ્રશ્નો અધિકારીઓના કાન સુધી પહોંચતા જ નથી.

પત્રમાં સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે જ્યારે કોઈ સામાન્ય નાગરિક કામ માટે ધારાસભ્યની મદદ માંગે છે, ત્યારે અધિકારીઓ પ્રજાને એવું કહીને ધમકાવે છે કે, “તમે ધારાસભ્યની મદદ કેમ માંગી?”. ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલ પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવતા નથી અને અધિકારીઓ પોતાની મનસ્વીતા ચલાવી રહ્યા છે.

ધારાસભ્યોએ કલેક્ટર, ડીડીઓ અને પોલીસ અધિક્ષક જેવા મોટા અધિકારીઓ પર નિશાન સાધતા લખ્યું છે કે, આ અધિકારીઓ પોતાની આલીશાન કચેરીઓમાં બેસીને સરકારના સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ કરે છે. જમીની હકીકત કે પ્રજાના પ્રશ્નો જાણ્યા વગર સરકાર સામે માત્ર ‘ગુલાબી ચિત્ર’ રજૂ કરી હકીકતો છુપાવવામાં આવે છે. પોતાની જાતને સરકારથી પણ ઉપર સમજીને અંધાધૂંધ વહીવટ ચલાવતા અધિકારીઓને કારણે સરકારની છબી ખરડાઈ રહી હોવાનું પણ પત્રમાં નોંધ્યું છે.

વડોદરા જિલ્લાના સત્તા પક્ષના જ પાંચ ધારાસભ્યોએ સાથે મળીને આ પત્ર લખતા વહીવટી આલમમાં ફફડાટ ફેલાયો છે:

  • શૈલેષ મહેતા (સોટ્ટા): ધારાસભ્ય-ડભોઇ
  • કેતન ઇનામદાર: ધારાસભ્ય-સાવલી
  • ધર્મેન્દ્રસિંહ વાઘેલા: ધારાસભ્ય-વાઘોડિયા
  • અક્ષય પટેલ: ધારાસભ્ય-કરજણ
  • ચૈતન્યસિંહ ઝાલા: ધારાસભ્ય-પાદરા

આ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે આવા મનસ્વી અધિકારીઓને કડક સૂચના આપવામાં આવે અને જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા કામોને અગ્રતા આપી પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic