Thursday, 11 June 2026
  • Home  
  • ગ્રીનલેન્ડ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની યુરોપને ખુલ્લી ધમકી : 8 દેશો પર 10% વધારાનો ટેરિફ ઝીંક્યો
- દેશ-દુનિયા - બિઝનેસ

ગ્રીનલેન્ડ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની યુરોપને ખુલ્લી ધમકી : 8 દેશો પર 10% વધારાનો ટેરિફ ઝીંક્યો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન દેશો વચ્ચે ગ્રીનલેન્ડના માલિકી હક્ક મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા એક મહિનાથી ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ઈચ્છા વ્યક્ત કરનારા ટ્રમ્પે હવે આ મુદ્દે અમેરિકાનો સાથ ન આપનારા 8 શક્તિશાળી યુરોપિયન દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ ઝીંકવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી વૈશ્વિક બજાર અને […]

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન દેશો વચ્ચે ગ્રીનલેન્ડના માલિકી હક્ક મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા એક મહિનાથી ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ઈચ્છા વ્યક્ત કરનારા ટ્રમ્પે હવે આ મુદ્દે અમેરિકાનો સાથ ન આપનારા 8 શક્તિશાળી યુરોપિયન દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ ઝીંકવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી વૈશ્વિક બજાર અને રાજદ્વારી સંબંધોમાં મોટું તોફાન આવવાની શક્યતા છે.

શનિવારે એક સનસનાટીભરી જાહેરાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે, ૧લી ફેબ્રુઆરીથી ડેન્માર્ક, નૉર્વે, સ્વીડન, ફ્રાંસ, જર્મની, યુકે, નેધરલેન્ડ અને ફિનલેન્ડથી અમેરિકા આવતા સામાન પર 10% વધારાની ડ્યુટી લાગશે. ટ્રમ્પનું કહેવું છે કે આ દેશો ગ્રીનલેન્ડમાં સૈન્ય અભ્યાસ કરીને અમેરિકાના હિતોનો વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહીં, જો જૂન સુધીમાં ગ્રીનલેન્ડની ડીલ ફાઈનલ નહીં થાય, તો આ ટેરિફ વધારીને 25 ટકા કરી દેવાની ધમકી પણ આપવામાં આવી છે.

ટ્રમ્પની આ ‘ટેરિફ પોલિસી’ સામે યુરોપિયન યુનિયન એકજૂથ થઈ ગયું છે. ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને કડક શબ્દોમાં વળતો જવાબ આપતા કહ્યું કે, “યુરોપ પોતાની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા જાળવી રાખવા કટિબદ્ધ છે. અમે કોઈના દબાણમાં કામ નહીં કરીએ. આર્ક્ટિક ક્ષેત્ર અને યુરોપની સુરક્ષા માટે અમે ડેન્માર્કની સાથે છીએ. ટેરિફની ધમકીઓ ખોટી છે અને જો તે લાગુ થશે, તો યુરોપના તમામ દેશો એક થઈને ઇંટોનો જવાબ પથ્થરથી આપશે.”

વેનેઝુએલાના ઘટનાક્રમ બાદ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે ગ્રીનલેન્ડને લીઝ કે સંધિ પર લેવા માંગતા નથી, પરંતુ સીધા તેના ‘માલિક’ બનવા માંગે છે. આર્ક્ટિક ક્ષેત્રમાં રહેલા અઢળક કુદરતી સંસાધનો અને વ્યૂહાત્મક લોકેશનને કારણે અમેરિકા ગ્રીનલેન્ડને કોઈપણ ભોગે હસ્તગત કરવા માંગે છે, જેનો ડેન્માર્ક અને અન્ય યુરોપિયન સાથી દેશો સખત વિરોધ કરી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic