Sunday, 31 May 2026
  • Home  
  • અમૂલ ડેરીની 79મી વાર્ષિક સભા : રૂ.14,099 કરોડના ટર્નઓવર સાથે રચ્યો નવો ઈતિહાસ
- ગુજરાત - બિઝનેસ - મધ્ય ગુજરાત

અમૂલ ડેરીની 79મી વાર્ષિક સભા : રૂ.14,099 કરોડના ટર્નઓવર સાથે રચ્યો નવો ઈતિહાસ

આણંદ: ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ ડેરી) ની 79મી અને અમૂલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન (ARDA) ની 50મી વાર્ષિક સાધારણ સભા શનિવાર, 17 જાન્યુઆરી 2026 ના રોજ સરદાર પટેલ સભાગૃહ ખાતે ચેરમેન સાભેસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને સંપન્ન થઈ હતી. આ સભામાં અમૂલની અભૂતપૂર્વ પ્રગતિ અને ભવિષ્યના આયોજનોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. મહાનુભાવોની […]

આણંદ: ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ ડેરી) ની 79મી અને અમૂલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન (ARDA) ની 50મી વાર્ષિક સાધારણ સભા શનિવાર, 17 જાન્યુઆરી 2026 ના રોજ સરદાર પટેલ સભાગૃહ ખાતે ચેરમેન સાભેસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને સંપન્ન થઈ હતી. આ સભામાં અમૂલની અભૂતપૂર્વ પ્રગતિ અને ભવિષ્યના આયોજનોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી રમણ સોલંકી અને અતિથિ વિશેષ તરીકે સાંસદ મિતેશભ પટેલ, દેવુસિંહ ચૌહાણ અને રાજપાલસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યઓ અને અમૂલ ફેડરેશનના એમડી ડૉ. જયેન મહેતાએ પણ હાજરી આપી સહકારી ક્ષેત્રના આ ઉત્સવને વધાવ્યો હતો.

ચેરમેન સાભેસિંહ પરમારે ગૌરવ સાથે જણાવ્યું હતું કે:

ઐતિહાસિક ટર્નઓવર: અમૂલ ડેરીનું ટર્નઓવર ₹14,099 કરોડને પાર કરી ગયું છે, જે ગયા વર્ષની સરખામણીએ 9.20% ની વૃદ્ધિ દર્શાવે છે.

પશુપાલકોને ફાયદો: પ્રતિ કિલો ફેટ માટે ₹1028 ચૂકવવામાં આવ્યા છે, જે અગાઉ કરતા 9.39% વધુ છે.

દૂધ સંપાદન: સંઘે પ્રતિદિન સરેરાશ 48.16 લાખ કિલોગ્રામ દૂધનું સંપાદન કર્યું છે.

વિશાળ પરિવાર: આજે અમૂલ સાથે 7 લાખથી વધુ દૂધ ઉત્પાદકો જોડાયેલા છે.

અમૂલ ડેરી હવે માત્ર દૂધના વેચાણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ ટેકનોલોજીમાં પણ મોખરે છે:

સેક્સ સિમેન ટેકનોલોજી: ભારતમાં સૌથી વધુ 10 લાખથી વધુ સોર્ટેડ સેક્સ સિમેનનો વપરાશ કરી અમૂલે વિક્રમ સર્જ્યો છે.

ડિજિટલ કાઉ બેલ્ટ: 2000 ગાયોને ડિજિટલ બેલ્ટ અપાયા છે, જે આગામી વર્ષમાં 5000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.

ગ્લોબલ એક્સપાન્શન: પશ્ચિમ બંગાળ, પંજાબ અને આંધ્રપ્રદેશ બાદ હવે કર્ણાટક અને ઓડિશામાં પણ દૂધ સંપાદન શરૂ કરાશે.

વર્ષ દરમિયાન સંઘને ‘CII Excellence in Energy Management’ અને ઈન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા ‘બેસ્ટ ડેરી પ્લાન્ટ’ (ખેડા સેટેલાઈટ ડેરી) જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ એનાયત થયા છે. ઓડ સ્થિત સીમેન સ્ટેશનને પણ ભારત સરકાર દ્વારા ‘A-ગ્રેડ’ સર્ટિફિકેટ મળ્યું છે.

સભાના અંતે ડિરેક્ટર રાજેશ પાઠકે આભારવિધિ કરી હતી. સભાસદોએ અમૂલના સ્થાપકો સરદાર પટેલ અને ડૉ. કુરિયનના મૂલ્યોને જાળવી રાખી ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં સહભાગી થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic