Thursday, 11 June 2026
  • Home  
  • ભારત અને અમેરિકા વચ્ચે મેગા ટ્રેડ ડીલની જાહેરાત, રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા ભારત રશિયન ઓઈલ ખરીદવાનું બંધ કરશે..?
- દેશ-દુનિયા - બિઝનેસ

ભારત અને અમેરિકા વચ્ચે મેગા ટ્રેડ ડીલની જાહેરાત, રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા ભારત રશિયન ઓઈલ ખરીદવાનું બંધ કરશે..?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ટેલિફોનિક વાતચીતે વૈશ્વિક રાજકારણ અને વ્યાપારના તમામ સમીકરણો બદલી નાખ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે એક નવી ટ્રેડ ડીલ થઈ છે, જેના હેઠળ અમેરિકા ભારતીય સામાન પરનો ટેરિફ ૨૫% થી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ટેલિફોનિક વાતચીતે વૈશ્વિક રાજકારણ અને વ્યાપારના તમામ સમીકરણો બદલી નાખ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે એક નવી ટ્રેડ ડીલ થઈ છે, જેના હેઠળ અમેરિકા ભારતીય સામાન પરનો ટેરિફ ૨૫% થી ઘટાડીને ૧૮% કરી દેશે.

ટ્રમ્પના દાવા મુજબ, પીએમ મોદી રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે. ભારત હવે રશિયાના બદલે અમેરિકા અને સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી ઓઈલની ખરીદી વધારશે. ટ્રમ્પે જણાવ્યું કે આ પગલાથી રશિયાની આર્થિક શક્તિ નબળી પડશે અને યુક્રેન યુદ્ધ રોકવામાં મોટી મદદ મળશે.

આ ડીલ હેઠળ ભારતે અમેરિકા પાસેથી નીચે મુજબની ખરીદી અને નીતિગત ફેરફારોની ખાતરી આપી હોવાનો ટ્રમ્પનો દાવો છે:

$૫૦૦ બિલિયનથી વધુનું રોકાણ: ભારત અમેરિકા પાસેથી એનર્જી (ઉર્જા), ટેકનોલોજી, ખેત ઉત્પાદનો, કોલસો અને અન્ય સામાનની તોતિંગ ખરીદી કરશે.

ઝીરો ટેરિફ વોર: ભારત અમેરિકી ઉત્પાદનો પરના તમામ ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને ‘ઝીરો’ (શૂન્ય) કરવા તરફ આગળ વધશે.

બાય અમેરિકન: પીએમ મોદીએ ‘મેડ ઇન અમેરિકા’ સામાનની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ જાહેરાતને આવકારી છે. તેમણે જણાવ્યું કે, “ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ઘટીને ૧૮% થવાથી ભારતના ૧.૪ અબજ લોકોને મોટો ફાયદો થશે. જ્યારે બે લોકશાહી દેશો સાથે મળીને કામ કરે છે ત્યારે તે વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.” પીએમ મોદીએ ટ્રમ્પના શાંતિ પ્રયાસોને ભારતનું સંપૂર્ણ સમર્થન હોવાનું પણ જણાવ્યું છે.

જોકે, ટ્રમ્પે જે રીતે ‘ઝીરો ટેરિફ’ અને ‘રશિયન ઓઈલ બંધ’ કરવાની વાત કરી છે, તે અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી હજુ સત્તાવાર વિગતવાર સ્પષ્ટતાની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. જો આ ડીલ અમલમાં આવશે, તો તે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને એક નવો વળાંક આપશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic