Tuesday, 21 April 2026
  • Home  
  • ‘સર્વાઇકલ કેન્સર’ સામે સુરક્ષા કવચ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓ માટે વેક્સિનેશન ડ્રાઈવ સંપન્ન
- ગુજરાત - મધ્ય ગુજરાત

‘સર્વાઇકલ કેન્સર’ સામે સુરક્ષા કવચ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓ માટે વેક્સિનેશન ડ્રાઈવ સંપન્ન

વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) ના વુમન સેલ અને બિઝનેસ મેનેજમેન્ટ (MBA) વિભાગ દ્વારા એક અત્યંત પ્રશંસનીય સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં મહિલાઓના જીવલેણ ગણાતા સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે ‘વેક્સિનેશન ડ્રાઈવ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ MBA વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્વ. આશિષ શાહની પવિત્ર સ્મૃતિમાં યોજાયો હતો. […]

વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) ના વુમન સેલ અને બિઝનેસ મેનેજમેન્ટ (MBA) વિભાગ દ્વારા એક અત્યંત પ્રશંસનીય સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં મહિલાઓના જીવલેણ ગણાતા સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે ‘વેક્સિનેશન ડ્રાઈવ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ MBA વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્વ. આશિષ શાહની પવિત્ર સ્મૃતિમાં યોજાયો હતો.

આ રસીકરણ ઝુંબેશ શ્રદ્ધા શાહ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી. સામાન્ય રીતે બજારમાં મોંઘી મળતી સર્વાઇકલ કેન્સરની વેક્સિન આ અભિયાન અંતર્ગત કુલ ૩૫ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે આપવામાં આવી હતી. “Protect her for tomorrow” ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવા પેઢીની મહિલાઓને કેન્સર જેવી ગંભીર બીમારીથી બચાવવા અને સમાજમાં જાગૃતિ લાવવાનો હતો.

કાર્યક્રમનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.(ડૉ.) નિરંજન પટેલ અને MBA વિભાગના ડાયરેક્ટર પ્રો.(ડૉ.) દર્શના દવેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પ્રો. નિરંજન પટેલે જણાવ્યું કે, “મહિલા સ્વાસ્થ્ય એ રાષ્ટ્રના સ્વાસ્થ્યનો પાયો છે. આવા રસીકરણ અભિયાનો ભવિષ્યમાં મોટી આર્થિક અને શારીરિક મુશ્કેલીઓ રોકવામાં મદદરૂપ થાય છે.” પ્રો. દર્શના દવેએ દાતા શ્રદ્ધા શાહની ઉદારતા અને સામાજિક જવાબદારીની ભાવનાને બિરદાવી હતી.

MBA વિભાગના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કેમ્પમાં યુનિવર્સિટી હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. વૈદેહી પટેલ અને તેમની ટીમે સેવાઓ આપી હતી. તમામ પ્રોટોકોલ અને તબીબી ચોકસાઈ સાથે રસીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ પહેલને ઉમળકાભેર વધાવી હતી. એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની યાદમાં કરવામાં આવેલું આ સેવાકાર્ય શિક્ષણ જગતમાં આત્મીયતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic