Monday, 31 August 2026
  • Home  
  • મેઘરાજાની ધીમી ધારે બેટિંગ : ગુજરાતમાં આગામી ૨૭ ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

મેઘરાજાની ધીમી ધારે બેટિંગ : ગુજરાતમાં આગામી ૨૭ ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના વાતાવરણને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આગામી આગામી ૭ દિવસ એટલે કે ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૧ ઓગસ્ટથી […]

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના વાતાવરણને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આગામી આગામી ૭ દિવસ એટલે કે ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૧ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધીના આ સમયગાળા દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં મેઘમહેર જળવાઈ રહેશે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં એક લો-પ્રેશર સિસ્ટમ (Low-Pressure Area) સક્રિય થયેલી છે. આ સાથે જ દરિયાઈ સપાટીથી આશરે ૪.૫ કિમીની ઊંચાઈ સુધી સાયક્લોનિક સરક્યુલેશન ફેલાયેલું છે. અને મધ્ય અને પશ્ચિમ ભારતમાં મોન્સૂન ટ્રફની અસરને કારણે ભેજવાળું વાતાવરણ બની રહ્યું છે, જે ગુજરાતમાં વરસાદી માહોલ જાળવી રાખવામાં મદદરૂપ થઈ રહ્યું છે.

હવામાન વિભાગના મેપ અને આગાહી મુજબ, આવનારા સપ્તાહ દરમિયાન ગુજરાતના તમામ ઝોનમાં વરસાદની તીવ્રતા અને વ્યાપ અલગ-અલગ જોવા મળશે:

પ્રદેશવરસાદની શક્યતા અને તીવ્રતા
દક્ષિણ ગુજરાતસુરત, નવસારી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં ઘણા સ્થળોએ મધ્યમથી ભારે ઝાપટાં પડી શકે છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતઅમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છઆ વિસ્તારમાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.

આગામી દિવસોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાથી ખેડૂતો માટે પાકને જીવનદાન મળશે અને ગરમી-બફારામાંથી લોકોને મોટી રાહત મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic