Thursday, 29 October 2026
  • Home  
  • વડોદરામાં સાત ફેરા બાદ મતદાન મથકે પહોંચ્યું નવદંપતી, પણ વરરાજાનું નામ કપાતા ઉત્સાહ પર ફરી વળ્યું પાણી
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં સાત ફેરા બાદ મતદાન મથકે પહોંચ્યું નવદંપતી, પણ વરરાજાનું નામ કપાતા ઉત્સાહ પર ફરી વળ્યું પાણી

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે લોકશાહીના પર્વ અને આંગણે રૂડા લગ્ન પ્રસંગનો અનોખો સમન્વય જોવા મળ્યો. વડોદરાના પાર્થ હરાળે આજે સવારે મહારાષ્ટ્રની નિશાલી સાથે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ, પ્રભુતામાં પગલાં પાડતાની સાથે જ આ નવદંપતીએ નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવવાનું નક્કી કર્યું હતું. 43 ડિગ્રી ગરમી અને […]

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે લોકશાહીના પર્વ અને આંગણે રૂડા લગ્ન પ્રસંગનો અનોખો સમન્વય જોવા મળ્યો. વડોદરાના પાર્થ હરાળે આજે સવારે મહારાષ્ટ્રની નિશાલી સાથે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ, પ્રભુતામાં પગલાં પાડતાની સાથે જ આ નવદંપતીએ નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવવાનું નક્કી કર્યું હતું.

બપોરના સમયે વડોદરામાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હોવા છતાં, નવપરિણિત પાર્થ અને નિશાલી લગ્નના પોશાકમાં જ ફતેગંજ સ્થિત નવયુગ વિદ્યાલય ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. લગ્નના કપડાંમાં સજ્જ આ જોડાને જોઈને અન્ય મતદારોમાં પણ ભારે આકર્ષણ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું.

જોકે, મતદાન મથકની અંદર પહોંચતા જ વરરાજા પાર્થ હરાળે માટે માઠા સમાચાર સામે આવ્યા હતા. ઉત્સાહભેર વોટ આપવા આવેલા પાર્થનું નામ મતદાર યાદીમાં તપાસતા માલૂમ પડ્યું કે તેનું નામ ‘SIR’ ની કામગીરી હેઠળ રદ કરી દેવામાં આવ્યું હતું. લાંબી તપાસ બાદ પણ મતદાર યાદીમાં નામ ન મળતા પાર્થને મતદાન કર્યા વગર જ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું.

મતદાન ન કરી શક્યા બાદ પાર્થ હરાળે જણાવ્યું હતું કે, “ચૂંટણીના પર્વમાં સૌ કોઈએ મતદાન કરવું જોઈએ. દેશનો વિકાસ થવો જોઈએ, ભલે કોઈ પણ પક્ષ જીતે. મને દુઃખ છે કે મારું નામ યાદીમાં ન હોવાથી હું આજે વોટ આપી શક્યો નથી.”

બીજી તરફ, નવવધૂ નિશાલીએ ગૌરવ સાથે જણાવ્યું કે, “મને મારા પતિ પર ગર્વ છે કે તેઓ લગ્ન બાદ તરત જ મને લઈને મતદાન કરવા આવ્યા. જોકે તેમને વોટ આપવા ન મળ્યો તેનું મને દુઃખ છે. મારું ચૂંટણી કાર્ડ અત્યારે મહારાષ્ટ્રનું હોવાથી હું અહીં વોટ આપી શકું તેમ નથી, પરંતુ હું દરેકને મતદાન કરવાની અપીલ કરું છું.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic