- જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની અનોખી પહેલ
- 11 નિષ્ણાત કાઉન્સિલરો વિદ્યાર્થીઓના મનોશારીરિક પ્રશ્નોનું કરશે ટેલિફોનિક નિરાકરણ
- આણંદમાં બોર્ડના પરીક્ષાર્થીઓ માટે “પરીક્ષા સારથી” હેલ્પલાઇનનો પ્રારંભ
આણંદ: આગામી ફેબ્રુઆરી અને માર્ચ 2026 માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર થાય અને તેઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા આજથી “પરીક્ષા સારથી” કાઉન્સેલિંગ હેલ્પલાઇનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સેવા આજથી એટલે કે 27 જાન્યુઆરીથી 18 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે.
11 નિષ્ણાતોની ટીમ આપશે માર્ગદર્શન
જિલ્લા શિક્ષણ વિભાગના સહયોગથી શરૂ કરાયેલી આ હેલ્પલાઇનમાં 11 જેટલા અનુભવી કાઉન્સિલરોની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમમાં પ્રોફેસરો, આચાર્યો, વર્ગ-૨ ના અધિકારીઓ અને મદદનીશ શિક્ષકોનો સમાવેશ થાય છે. આ નિષ્ણાતો દરરોજ સવારે 9:00 થી સાંજના 6:00 કલાક સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નોનું ટેલિફોનિક નિરાકરણ લાવશે. ખાસ કરીને પરીક્ષાના તણાવને કારણે ઉદ્ભવતા મનોશારીરિક પ્રશ્નો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
કલેકટર અને DEO નો અનુરોધ
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ ન રહે તે માટે આ હેલ્પલાઇન એક મિત્રની ભૂમિકા ભજવશે. જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, વાલીઓ પણ જો કોઈ મુંઝવણ અનુભવતા હોય તો તેઓ આ નંબર પર સંપર્ક કરી શકે છે.
પરીક્ષા સારથી હેલ્પલાઇન નંબરની યાદી:
- પ્રોફેસર: સમીર પટેલ (98250 25994), પંકજ સુવેરા (94273 81952), ડો. પલ્લવી ત્રિવેદી (94284 91288), ડો. જીગર જાની (94260 09495), ડો. હસમુખ ચાવડા (95370 63325), ડો. મોહસીન (97371 63086), ડો. સતીશ હંસપરા (99046 50128).
- આચાર્ય: અલ્પેશ ભટ્ટ (94275 76515).
- વર્ગ-૨ અધિકારી: રાકેશભાઈ પટેલ (94292 97770).
- મદદનીશ શિક્ષક: સોનલબેન ત્રિવેદી (99251 06220), બી.બી. મહિડા (97234 72685).
