Saturday, 31 October 2026
  • Home  
  • એકતાનગરમાં ધોધમાર વરસાદ: PM મોદીના કાર્યક્રમો પર માવઠાનું વિઘ્ન, સ્થળે પાણી ભરાયા
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

એકતાનગરમાં ધોધમાર વરસાદ: PM મોદીના કાર્યક્રમો પર માવઠાનું વિઘ્ન, સ્થળે પાણી ભરાયા

નર્મદા: ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ એકતાનગર (કેવડિયા) ખાતે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદનું જોર યથાવત્ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોના થોડા સમય પહેલાં જ ધોધમાર વરસાદ શરૂ થતાં આયોજકો અને તંત્ર ચિંતામાં મુકાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે લગભગ 7 વાગ્યે એકતાનગર ખાતે પહોંચવાના છે. તેમના આગમન પહેલાં જ વરસી રહેલા ભારે વરસાદને […]

નર્મદા: ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ એકતાનગર (કેવડિયા) ખાતે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદનું જોર યથાવત્ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોના થોડા સમય પહેલાં જ ધોધમાર વરસાદ શરૂ થતાં આયોજકો અને તંત્ર ચિંતામાં મુકાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે લગભગ 7 વાગ્યે એકતાનગર ખાતે પહોંચવાના છે. તેમના આગમન પહેલાં જ વરસી રહેલા ભારે વરસાદને કારણે, અગાઉના સમાચાર મુજબ, વડોદરાથી એકતાનગર સુધીનો તેમનો પ્રવાસ હેલિકોપ્ટરને બદલે મોટર માર્ગે (બાય રોડ) થવાની શક્યતાઓ છે.

વડાપ્રધાન મોદી આજે સાંજે ઈ-બસોનું લોકાર્પણ કરવાના છે અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જોકે, સતત વરસાદને કારણે લોકાર્પણ માટે બનાવવામાં આવેલ સ્ટેજ પણ ભીનું થઈ ગયું છે, જેનાથી કાર્યક્રમોના આયોજનમાં અવરોધ ઊભો થયો છે.

વરસાદના વિઘ્નને કારણે આવતીકાલે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ અંગે પણ તંત્ર ચિંતામાં છે. હવામાન વિભાગ દ્વારા એકતાનગરમાં આજે અને આવતીકાલે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વડાપ્રધાનનો પ્રવાસ અને રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો હોવાથી, સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી માહોલમાં પણ કાર્યક્રમો સુપેરે પાર પાડવા માટે યુદ્ધના ધોરણે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic