Tuesday, 1 September 2026
  • Home  
  • કમોસમી વરસાદને કારણે PM મોદીએ બદલ્યો પ્રવાસ: વડોદરાથી એકતાનગર હવે ‘બાય રોડ’ જશે
- ગુજરાત - મધ્ય ગુજરાત

કમોસમી વરસાદને કારણે PM મોદીએ બદલ્યો પ્રવાસ: વડોદરાથી એકતાનગર હવે ‘બાય રોડ’ જશે

નર્મદા/વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં હવામાનના કારણે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા કમોસમી અને ભારે વરસાદના વાતાવરણને કારણે, વડોદરાથી એકતાનગર (કેવડિયા) સુધી હેલિકોપ્ટર ઉડી શકે તેવી શક્યતા ન હોવાથી, વડાપ્રધાન હવે બાય રોડ પ્રવાસ કરવા માટે રવાના થયા છે. આ નિર્ણયને પગલે પ્રધાનમંત્રી મોદી હવે વડોદરા એરપોર્ટ પરથી ઉતરાણ કર્યા બાદ, […]

નર્મદા/વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં હવામાનના કારણે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા કમોસમી અને ભારે વરસાદના વાતાવરણને કારણે, વડોદરાથી એકતાનગર (કેવડિયા) સુધી હેલિકોપ્ટર ઉડી શકે તેવી શક્યતા ન હોવાથી, વડાપ્રધાન હવે બાય રોડ પ્રવાસ કરવા માટે રવાના થયા છે.

આ નિર્ણયને પગલે પ્રધાનમંત્રી મોદી હવે વડોદરા એરપોર્ટ પરથી ઉતરાણ કર્યા બાદ, તેમના કાફલા સાથે સડક માર્ગે એકતાનગર પહોંચશે. તેમનો રૂટ ગોલ્ડન ચોકડી, કપુરાઈ ચોકડી, ડભોઇ થઈને એકતા નગર ખાતે પહોંચવાનો રહેશે.

પ્રધાનમંત્રીના બાય રોડ પ્રવાસને ધ્યાનમાં રાખીને, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ટ્રાફિકની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ રૂટ પર સામાન્ય જનતાને અગવડ ન પડે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પહેલો પ્રસંગ નથી જ્યારે હવામાનને કારણે વડાપ્રધાનનો પ્રવાસ બદલવો પડ્યો હોય. આ પહેલાં વર્ષ ૨૦૧૭માં સરદાર સરોવર નર્મદા ડેમના લોકાર્પણ સમયે પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાય રોડ મુસાફરી કરવી પડી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic