Tuesday, 21 April 2026
  • Home  
  • ગુજરાત સરકારની મહત્વની પહેલ : ધરમપુર ખાતેના સર્પ સંશોધન કેન્દ્રમાં તૈયાર થશે એન્ટિવેનમ
- ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા

ગુજરાત સરકારની મહત્વની પહેલ : ધરમપુર ખાતેના સર્પ સંશોધન કેન્દ્રમાં તૈયાર થશે એન્ટિવેનમ

વલસાડ: ગુજરાતમાં સર્પદંશની ઘટનાઓ અને તેનાથી થતા માનવ મૃત્યુના આંકડાને ઘટાડવા માટે રાજ્ય સરકાર એક ક્રાંતિકારી દિશામાં આગળ વધી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્થાપિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) હવે ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી જ ઝેર એકત્રિત કરીને એન્ટિવેનમ (સર્પદંશની રસી) તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અત્યાર સુધી એન્ટિવેનમ […]

વલસાડ: ગુજરાતમાં સર્પદંશની ઘટનાઓ અને તેનાથી થતા માનવ મૃત્યુના આંકડાને ઘટાડવા માટે રાજ્ય સરકાર એક ક્રાંતિકારી દિશામાં આગળ વધી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્થાપિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) હવે ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી જ ઝેર એકત્રિત કરીને એન્ટિવેનમ (સર્પદંશની રસી) તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અત્યાર સુધી એન્ટિવેનમ માટે અન્ય રાજ્યો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે ગુજરાત પાસે ટૂંક સમયમાં પોતાની ‘લોકલ’ અને વધુ અસરકારક રસી ઉપલબ્ધ હશે.

તાજેતરમાં આ સંશોધન કેન્દ્ર ખાતે એકત્રિત કરાયેલા સાપોના ઝેરની હરાજી કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે, ગુજરાતના સાપોના ઝેરની ગુણવત્તા એટલી ઉચ્ચ હોવાનું માલૂમ પડ્યું કે હરાજીમાં અપેક્ષા કરતાં ઘણી વધુ કિંમત ઉપજી હતી. આ બાબત સાબિત કરે છે કે ગુજરાતના સ્નેક રિસર્ચ સેન્ટરમાં તૈયાર થતું એન્ટિવેનમ તબીબી ક્ષેત્રે અત્યંત અસરકારક સાબિત થશે.

માત્ર રસી બનાવવી જ નહીં, પરંતુ સર્પદંશ બાદની સારવાર (Management) માટે પણ આ કેન્દ્ર સક્રિય છે :

ડૉક્ટરોની તાલીમ: રાજ્યના ૨૩ જિલ્લાઓના ૧,૪૯૫ થી વધુ ડૉક્ટરો અને મેડિકલ ઓફિસરોને સર્પદંશના દર્દીઓની સારવાર કેવી રીતે કરવી તેની ખાસ તાલીમ આપવામાં આવી છે.

રેસ્ક્યુઅર્સની ભૂમિકા: ૩૦૦થી વધુ સ્થાનિક સાપ પકડનારા (Rescuers) ને વૈજ્ઞાનિક પદ્ધતિથી સાપ પકડવા અને ઝેર એકત્રિત કરવામાં મદદરૂપ થવા તાલીમબદ્ધ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૪માં ‘નેશનલ ઍક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ સ્નેકબાઇટ એન્વેનોમિંગ (NAP-SE)’ લોન્ચ કર્યો હતો. આ સાથે ભારત સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવા માટે રાષ્ટ્રીય કાર્યયોજના જાહેર કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ગુજરાત સરકારની આ પહેલ તે રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic