Tuesday, 21 April 2026
  • Home  
  • સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : અનામત વર્ગના તેજસ્વી ઉમેદવારોને હવે ઓપન કેટેગરીમાં મળશે સ્થાન
- ગુજરાત - દેશ-દુનિયા

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : અનામત વર્ગના તેજસ્વી ઉમેદવારોને હવે ઓપન કેટેગરીમાં મળશે સ્થાન

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે સરકારી ભરતી પ્રક્રિયા અને અનામત પ્રણાલીને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખતા જણાવ્યું છે કે, જો કોઈ અનામત વર્ગનો ઉમેદવાર શોર્ટ લિસ્ટિંગ વખતે જનરલ (ઓપન) કેટેગરીના કટ-ઓફ માર્કસ કરતા વધુ માર્કસ મેળવે છે, તો તેને ‘ઓપન કેટેગરી’ના ઉમેદવાર તરીકે જ ગણવો જોઈએ. […]

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે સરકારી ભરતી પ્રક્રિયા અને અનામત પ્રણાલીને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખતા જણાવ્યું છે કે, જો કોઈ અનામત વર્ગનો ઉમેદવાર શોર્ટ લિસ્ટિંગ વખતે જનરલ (ઓપન) કેટેગરીના કટ-ઓફ માર્કસ કરતા વધુ માર્કસ મેળવે છે, તો તેને ‘ઓપન કેટેગરી’ના ઉમેદવાર તરીકે જ ગણવો જોઈએ. આ ચુકાદાથી તેજસ્વી ઉમેદવારોને માત્ર તેમની અનામત શ્રેણી પૂરતા સીમિત રાખવાની પ્રથા પર બ્રેક વાગશે.

ઓગસ્ટ ૨૦૨૨માં રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જુનિયર જ્યુડિશિયલ આસિસ્ટન્ટ અને ક્લાર્ક ગ્રેડ-II ની ૨,૭૫૬ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં ૩૦૦ માર્કસની લેખિત પરીક્ષા બાદ ટાઈપિંગ ટેસ્ટ માટે ખાલી જગ્યાના ૫ ગણા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાના હતા.

મે ૨૦૨૩માં પરિણામ આવ્યું ત્યારે એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. SC, OBC, MBC અને EWS કેટેગરીના કટ-ઓફ જનરલ કેટેગરી કરતા પણ ઊંચા ગયા હતા. પરિણામે, ઘણા તેજસ્વી અનામત વર્ગના ઉમેદવારો જેમના માર્કસ જનરલ કટ-ઓફ કરતા વધુ હતા, તેઓ પોતાની કેટેગરીના ઊંચા કટ-ઓફને કારણે લિસ્ટમાંથી બહાર થઈ ગયા હતા. આ અન્યાય સામે અરજી થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

જસ્ટિસ દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, “ઓપન કેટેગરી એ કોઈ અનામત ક્વૉટા નથી, પરંતુ તે માત્ર મેરિટના આધારે તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે.” જો કોઈ ઉમેદવાર પોતાની ક્ષમતા પર જનરલ કેટેગરીના છેલ્લા ઉમેદવાર કરતા વધુ માર્કસ લાવે છે, તો તેને તે શ્રેણીમાં સ્થાન મળવું જ જોઈએ. તેને માત્ર અનામત વર્ગનો હોવાને કારણે ડિસક્વોલિફાય કરી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટના આ નિર્દેશ બાદ હવે ભરતી બોર્ડે લિસ્ટ તૈયાર કરતી વખતે નવી પદ્ધતિ અપનાવવી પડશે: ૧. સૌ પ્રથમ મેરિટના આધારે જનરલ (Open) કેટેગરીનું લિસ્ટ તૈયાર કરવું. ૨. આ લિસ્ટમાં જે અનામત વર્ગના ઉમેદવારો સ્થાન પામે, તેમને ‘ઓપન’ ઉમેદવાર તરીકે જ ગણવા. ૩. ત્યારબાદ બાકી રહેલી અનામત બેઠકો માટે તે વર્ગના અન્ય ઉમેદવારોની પસંદગી કરવી.

આ નિર્ણયથી સરકારી નોકરીની આશા રાખતા સેંકડો તેજસ્વી યુવાનોને મોટો ફાયદો થશે અને ટેકનિકલ કારણોસર પ્રતિભાશાળી ઉમેદવારો ભરતીમાંથી બહાર ફેંકાઈ જશે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic