Tuesday, 1 September 2026
  • Home  
  • Dhurandhar 2 : ‘બડે સાહેબ’ ના રહસ્યમય રોલ માટે ઈમરાન હાશ્મીનું નામ ફાઈનલ? ફેન્સમાં જબરદસ્ત ચર્ચા
- મનોરંજન

Dhurandhar 2 : ‘બડે સાહેબ’ ના રહસ્યમય રોલ માટે ઈમરાન હાશ્મીનું નામ ફાઈનલ? ફેન્સમાં જબરદસ્ત ચર્ચા

મુંબઈ: આદિત્ય ધરની સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર’ ની ભવ્ય સફળતા બાદ, હવે પ્રેક્ષકો તેની સિક્વલ ‘ધુરંધર: ધ રિવન્જ’ (Dhurandhar 2) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવતા મહિને રિલીઝ થનારી આ ફિલ્મમાં રણવીર સિંહના પાત્ર ‘હમઝા’ ની બેકસ્ટોરી જોવા મળશે. જોકે, અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા આ ફિલ્મના રહસ્યમય વિલન ‘બડે સાહેબ’ ની થઈ […]

મુંબઈ: આદિત્ય ધરની સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર’ ની ભવ્ય સફળતા બાદ, હવે પ્રેક્ષકો તેની સિક્વલ ‘ધુરંધર: ધ રિવન્જ’ (Dhurandhar 2) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવતા મહિને રિલીઝ થનારી આ ફિલ્મમાં રણવીર સિંહના પાત્ર ‘હમઝા’ ની બેકસ્ટોરી જોવા મળશે. જોકે, અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા આ ફિલ્મના રહસ્યમય વિલન ‘બડે સાહેબ’ ની થઈ રહી છે. તાજેતરમાં પ્લેટફોર્મ ‘Letterboxd’ પર ઈમરાન હાશ્મીનું નામ કાસ્ટ લિસ્ટમાં જોવા મળતા ફેન્સ ખાતરી પૂર્વક માની રહ્યા છે કે ઈમરાન જ આ ભૂમિકા ભજવશે.

વાયરલ થયેલી એન્ટ્રીમાં રણવીર સિંહ, આર. માધવન, સંજય દત્ત, અર્જુન રામપાલ અને રાકેશ બેદી જેવા કલાકારોના નામ તો હતા જ, પરંતુ નવા ઉમેરા તરીકે ઈમરાન હાશ્મીનું નામ જોઈને નેટીઝન્સ ચોંકી ગયા હતા. જોકે પાત્રની વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ પ્રથમ ભાગમાં જે ‘બડે સાહેબ’ ના નામનો વારંવાર ઉલ્લેખ થયો હતો, તે ભૂમિકા ઈમરાન હાશ્મીની હોવાની પ્રબળ શક્યતા છે.

રેડિટ (Reddit) અને એક્સ (X) પર આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા છે. એક યુઝરે લખ્યું, “ઈમરાન હાશ્મીનું કાસ્ટિંગ એકદમ પરફેક્ટ છે.” જ્યારે અન્ય એક ફેને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “શું આવી રીતે સરપ્રાઈઝ રોલ જાહેર થવાથી ફિલ્મની મજા બગડી નહીં જાય?” ઈમરાન હાશ્મીએ તાજેતરમાં નેગેટિવ રોલ્સમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, તે જોતા ફેન્સ તેને વિલન તરીકે જોવા ખૂબ જ ઉત્સુક છે.

‘ધુરંધર 2’ માં હમઝા અલી મઝારીની બદલાની ગાથા આગળ વધશે. અક્ષય ખન્ના દ્વારા ભજવવામાં આવેલા રહેમાન ડકૈતના મૃત્યુ બાદ હવે વાર્તા કયો વળાંક લેશે તે જોવું રસપ્રદ રહેશે. રિપોર્ટ્સ મુજબ, યામી ગૌતમ અને રાજ ઝુત્શી પણ આ વખતે સ્ટારકાસ્ટમાં જોડાયા છે. ઉલ્લેખનીય છેકે ધુરંધર: ધ રિવન્જ આગામી ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જ્યાં તેની ટક્કર સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic) સાથે થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic