Wednesday, 7 October 2026
  • Home  
  • ૭૦૦ વર્ષ જૂનું વૃક્ષ બચાવવા બદલાયો રૂટ, સુરતની નવી ઓળખ બનશે મેટ્રો
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

૭૦૦ વર્ષ જૂનું વૃક્ષ બચાવવા બદલાયો રૂટ, સુરતની નવી ઓળખ બનશે મેટ્રો

સુરત: ટેક્સટાઇલ મગઝીન, ડાયમંડ નગરી અને બ્રિજ સિટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત સુરત શહેર હવે આધુનિક શહેરી પરિવહનની દિશામાં એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. સુરતમાં આકાર લઈ રહેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ માત્ર મુસાફરીને સુગમ બનાવવાનું સાધન નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ, એન્જિનિયરિંગ ક્ષમતા અને સ્થાનિક વારસાના જતનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યો છે. પરિવહનના […]

સુરત: ટેક્સટાઇલ મગઝીન, ડાયમંડ નગરી અને બ્રિજ સિટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત સુરત શહેર હવે આધુનિક શહેરી પરિવહનની દિશામાં એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. સુરતમાં આકાર લઈ રહેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ માત્ર મુસાફરીને સુગમ બનાવવાનું સાધન નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ, એન્જિનિયરિંગ ક્ષમતા અને સ્થાનિક વારસાના જતનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યો છે. પરિવહનના ઈતિહાસમાં જળમાર્ગો અને ટાંગાથી શરૂ થયેલી સુરતની આ સફર હવે હાઈટેક અને સુવિધાસભર મેટ્રો યુગમાં પ્રવેશ કરી ચૂકી છે.

સુરત મેટ્રોની સૌથી મોટી અને પ્રશંસનીય વિશેષતા પ્રકૃતિ અને પરંપરાગત વારસાની જાળવણી સાથે જોડાયેલી છે. અડાજણ ગામ વિસ્તારમાં મેટ્રોના નિર્ધારિત રૂટમાં ૭૦૦ વર્ષથી પણ વધુ જૂનું ઐતિહાસિક ‘ચોર આમલી’ વૃક્ષ આવતું હતું. વિકાસના નામે આ અમૂલ્ય વિરાસતને નુકસાન પહોંચાડવાને બદલે વહીવટી તંત્રે મેટ્રોનું આખું અલાઈનમેન્ટ (રૂટ) જ બદલી નાખ્યું છે. આ ઉપરાંત, ખજોદ ખાતે ૨૦ હેક્ટરમાં પથરાયેલા ડ્રીમ સિટી ડેપોના પરિસરમાં ૩,૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે તથા પાણીના પુનઃઉપયોગ માટે સુએઝ અને એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. સુરતની ડાયમંડ સિટી તરીકેની ઓળખને મેટ્રોની ડિઝાઇનમાં વણી લેવામાં આવી છે, જેમાં ટ્રેનની સિલિંગ અને એલિવેશનમાં હીરાના વિવિધ કટ્સથી પ્રેરિત અનોખું ઇન્ટિરિયર તૈયાર કરાયું છે.

એન્જિનિયરિંગની દ્રષ્ટિએ સુરત મેટ્રોમાં દેશભરમાં પ્રથમવાર અનેક તકનીકી નવતર પ્રયોગો કરવામાં આવ્યા છે. જૂના શહેરના ગીચ વિસ્તારો જેવા કે મસ્કતી હોસ્પિટલ, લાભેશ્વર, ભાગળ અને કાપોદ્રા ખાતે જમીન સંપાદન કે ઐતિહાસિક ઇમારતોને નુકસાન પહોંચાડ્યા વિના અંદાજે ૧૧૦ ફૂટની ઊંડાઈએ ‘સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન’ તૈયાર થઈ રહ્યા છે. સામાન્ય સ્ટેશનમાં બંને દિશાના ટ્રેક બાજુબાજુમાં હોય છે, જ્યારે સ્ટેક્ડ સ્ટેશનમાં જગ્યાના અભાવને કારણે વર્ટિકલ ટનલ બોરિંગ દ્વારા એક ટ્રેકની બરાબર નીચે બીજો ટ્રેક બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, સારોલી અને રઘુકૂલ માર્કેટ વિસ્તારમાં ૮૧૦ ટન સ્ટીલ અને ૪૭ હજાર નટ-બોલ્ટનો ઉપયોગ કરીને ૮૫ મીટર લાંબો મહાકાય ઓપન વેબ ગર્ડર લોન્ચ કરીને એન્જિનિયરિંગનો નવો રેકોર્ડ સર્જાયો છે.

મુસાફરોની સુવિધા માટે મજુરાગેટ સ્ટેશનને શહેરનું પ્રથમ ઈન્ટરચેન્જ હબ બનાવવામાં આવી રહ્યું છે, જ્યાંથી બંને કોરિડોરના મુસાફરો સરળતાથી ટ્રેન બદલી શકશે. રેલવે સ્ટેશન, સિટી બસ અને જીએસઆરટીસી ડેપોને જોડતી મલ્ટી-મોડલ પરિવહન વ્યવસ્થા મુસાફરીને અત્યંત આરામદાયક બનાવશે. વળી, પરંપરાગત વીજળીના થાંભલાઓ વગર દોડતી આધુનિક ૭૫૦ વોલ્ટ DC થર્ડ રેલ સિસ્ટમ આપત્તિજનક હવામાનમાં પણ સીમલેસ પાવર સપ્લાય સુનિશ્ચિત કરશે. સુરત મેટ્રો પ્રોજેક્ટ માત્ર ટ્રાફિકની સમસ્યા હલ નહીં કરે, પરંતુ સુરતના આર્થિક અને સામાજિક જીવનમાં એક મોટું સકારાત્મક પરિવર્તન લાવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic