Wednesday, 2 September 2026
  • Home  
  • કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનો AI ડિપફેક વિડિયો વાયરલ, દિલ્હીમાં FIR નોંધાઈ
- દેશ-દુનિયા

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનો AI ડિપફેક વિડિયો વાયરલ, દિલ્હીમાં FIR નોંધાઈ

નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલનો એક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ડિપફેક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. પીયૂષ ગોયલે શનિવારે ગંભીર આક્ષેપ કર્યો હતો કે સંસદની બહાર આપેલા તેમના નિવેદનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે અને દેશમાં ભ્રામક માહિતી ફેલાવવા માટે તેનો ઉપયોગ કરવામાં […]

નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલનો એક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ડિપફેક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. પીયૂષ ગોયલે શનિવારે ગંભીર આક્ષેપ કર્યો હતો કે સંસદની બહાર આપેલા તેમના નિવેદનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે અને દેશમાં ભ્રામક માહિતી ફેલાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ઘટના અંગે તેમણે ત્વરિત પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે દિલ્હીના ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) દાખલ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, મીડિયા સમક્ષ આપવામાં આવેલા તેમના વક્તવ્ય સાથે ‘મલિન ઈરાદા’થી ચેડાં કરીને ડિપફેક વિડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

તેમણે ચેતવણી આપતાં લખ્યું કે, “મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ૨૫ જુલાઈ ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૪:૩૫ વાગ્યે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (No. 123/26) નોંધવામાં આવી છે. આ ફેક વિડિયો બનાવવા, તેને શેર કરવા અથવા તેને પ્રોત્સાહન આપવા બદલ સંકળાયેલા તમામ લોકો સામે કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવશે.”

તેમણે ટેકનોલોજીના આ પ્રકારે થતા દુરુપયોગને અત્યંત બિનજવાબદાર ગણાવ્યો હતો અને લોકોને માત્ર પ્રમાણિત અને અધિકૃત સ્ત્રોતો પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી હતી. ગોયલે ઉમેર્યું કે, “મને પૂરો વિશ્વાસ છે કે ભારતના જાગૃત અને ટેકનોલોજીની સમજ ધરાવતા નાગરિકો, ખાસ કરીને દેશનો યુવા વર્ગ આવી ભ્રામક અફવાઓ અને બોગસ વિડિયોના ભોગ બનશે નહીં.”

આ બનાવના એક દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોને ફગાવી દીધો હતો, જેમાં એવો ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે પીયૂષ ગોયલે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે ધમકીભર્યા નિવેદનો આપ્યા છે.

સરકારી ફેક્ટ-ચેકિંગ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ વાયરલ વિડિયોની સત્યતા તપાસીને સ્પષ્ટ કર્યું હતું કે પીયૂષ ગોયલનો વિડિયો સંપૂર્ણપણે AI-જનરેટેડ અને ફેક છે.

પીઆઈબીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “પાકિસ્તાની પ્રોપેગન્ડા ચલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનો AI આધારિત બોગસ વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ વિદ્યાર્થીઓને ધમકાવી રહ્યા હોવાનો ઝૂઠો દાવો કરાયો છે.”

દિલ્હી પોલીસ આ સમગ્ર મામલે આઈટી એક્ટ અને સંબંધિત કલમો હેઠળ આ ફેક વિડિયો ક્યાંથી ઓરિજિનેટ થયો અને કોણે તેને વાયરલ કર્યો તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic