Saturday, 31 October 2026
  • Home  
  • દહેજ GIDC માં પાર્ક કરેલી લક્ઝરી બસના ડ્રાઇવરને “ઉપર બસ ચડાવી દઈશ” કહી ધમકી આપી બે શખ્સો બસ અંકુશમાં લઈ ભાગી ગયા!
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

દહેજ GIDC માં પાર્ક કરેલી લક્ઝરી બસના ડ્રાઇવરને “ઉપર બસ ચડાવી દઈશ” કહી ધમકી આપી બે શખ્સો બસ અંકુશમાં લઈ ભાગી ગયા!

દહેજ (ભરૂચ): ભરૂચ જિલ્લાના અતિ મહત્વના ઔદ્યોગિક વિસ્તાર દહેજ GIDC ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કંપનીના કામદારોને લાવવા-લઈ જવાનું કામ કરતી એક લક્ઝરી બસના ડ્રાઇવરને જાનથી મારી નાખવાની ધમકી આપી બે ઇસમો બસ લઈને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે દહેજ પોલીસ મથકે બે ઈસમો સામે ગુનો […]

દહેજ (ભરૂચ): ભરૂચ જિલ્લાના અતિ મહત્વના ઔદ્યોગિક વિસ્તાર દહેજ GIDC ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કંપનીના કામદારોને લાવવા-લઈ જવાનું કામ કરતી એક લક્ઝરી બસના ડ્રાઇવરને જાનથી મારી નાખવાની ધમકી આપી બે ઇસમો બસ લઈને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે દહેજ પોલીસ મથકે બે ઈસમો સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના રહીશ અને હાલ વાગરા ખાતે રહેતા રવિભાઈ બાબુભાઈ પટેલ ભરૂચના રૂષિકુમાર આહિરની લક્ઝરી બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. રવિકુમાર દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના કામદારોને મુકવા અને લેવા જવાની કામગીરી કરે છે. ગત તારીખ ૨૧મીના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે રવિકુમાર કંપનીના કામદારોને લેવા માટે દહેજ ખાતે પાર્ક કરેલી પોતાની બસ પાસે પહોંચ્યા હતા. તે સમયે લખીગામનો ભાવેશ પ્રભુ આહિર અને દહેજનો જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ પોતાની ઈકો ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યા હતા.

બંને ઈસમો ઈકો ગાડીમાંથી ઉતરીને સીધા લક્ઝરી બસમાં બેસી ગયા હતા અને ભાવેશ આહિરે બસ ચાલુ કરી દીધી હતી. આ જોઈને ડ્રાઇવર રવિભાઈએ તેમને પૂછ્યું હતું કે, “અમારી બસ ચાલુ કરીને ક્યાં લાઈ જાવ છો?”

આ સાંભળીને બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ગંદી ગાળો આપવા લાગ્યા હતા. ભાવેશે રવિભાઈને ધમકી આપતા કહ્યું હતું કે, “તું સાઈડમાં હટી જજે, નહિતર તારા પર બસ ચડાવી દઈશ.” આમ કહીને ભાવેશ આહિર બસ ચલાવીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

ત્યારબાદ જયદેવસિંહ ગોહિલે પણ પોતાની ઈકો ગાડીમાં બેસી ત્યાંથી નીકળતા પહેલા ડ્રાઇવર રવિભાઈને ધમકી આપતા કહ્યું હતું કે, “તું તારા શેઠ સાથે વાત કરી લેજે.”

આ સમગ્ર ઘટના બાદ લક્ઝરી બસના ચાલક રવિભાઈ પટેલે દહેજ પોલીસ સ્ટેશનમાં પહોંચીને બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે:

૧. ભાવેશ પ્રભુભાઈ આહિર (રહે. લખીગામ, તા. વાગરા)

૨. જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ (રહે. દહેજ, તા. વાગરા)

સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઔદ્યોગિક વિસ્તારમાં આ પ્રકારે બસ લઈ જવાની ઘટના પાછળ કોઈ નાણાકીય લેવડદેવડ કે અંગત અદાવત છે કે કેમ તે દિશામાં પણ દહેજ પોલીસ તપાસ ચલાવી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic