Thursday, 11 June 2026
  • Home  
  • વડોદરામાં ગેસના પુરવઠા અંગે કલેક્ટરની મોટી સ્પષ્ટતા : ‘ગભરાશો નહીં, પૂરતો સ્ટોક છે’
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં ગેસના પુરવઠા અંગે કલેક્ટરની મોટી સ્પષ્ટતા : ‘ગભરાશો નહીં, પૂરતો સ્ટોક છે’

વડોદરા: વૈશ્વિક પરિસ્થિતિને કારણે કેન્દ્ર સરકાર દ્વારા એસ્મા (ESMA) લાગુ કરાયા બાદ ફેલાયેલી ગેરસમજને દૂર કરવા વડોદરા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા એક્શન મોડમાં આવ્યા છે. આજે જિલ્લા પુરવઠા અધિકારી અને ગેસ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે વડોદરા શહેર અને જિલ્લામાં ઘરેલું ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગ્રાહકોએ […]

વડોદરા: વૈશ્વિક પરિસ્થિતિને કારણે કેન્દ્ર સરકાર દ્વારા એસ્મા (ESMA) લાગુ કરાયા બાદ ફેલાયેલી ગેરસમજને દૂર કરવા વડોદરા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા એક્શન મોડમાં આવ્યા છે. આજે જિલ્લા પુરવઠા અધિકારી અને ગેસ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે વડોદરા શહેર અને જિલ્લામાં ઘરેલું ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર વહેતી ખોટી માહિતીથી પ્રેરાઈને પેનિક બુકિંગ ન કરાવવા અપીલ કરવામાં આવી છે.

કલેક્ટરે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે વડોદરામાં ગેસ વિતરણની સ્થિતિ અત્યંત મજબૂત છે. સામાન્ય દિવસોમાં રોજની સરેરાશ ૮,૦૦૦ સિલિન્ડરની માંગ રહે છે. તેની સામે IOCL, HPCL અને BPCL મળીને દૈનિક ૧૪,૭૦૦ સિલિન્ડર રિફિલ કરવાની ક્ષમતા ધરાવે છે. અફવાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બુકિંગ વધીને ૧૨,૦૦૦ થયું છે, તેમ છતાં તંત્ર તેને પહોંચી વળવા સક્ષમ છે.

ગેસ સિલિન્ડરના જથ્થાનું ડાયવર્ઝન કે કાળાબજારી ન થાય તે માટે જિલ્લામાં ૫૨ એજન્સીઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. મામલતદાર કક્ષાએ સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે જે ફિલ્ડ સ્તરે મોનિટરિંગ કરશે. ઘરેલું વપરાશકર્તાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. ગ્રાહકોને અંદાજે ૨૫ દિવસના અંતરાલે સિલિન્ડર મળી રહેશે. વાણિજ્યિક હેતુ માટેનો જથ્થો મર્યાદિત હોવાથી તેમાં જરૂરિયાત મુજબની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે.

કલેક્ટરે જણાવ્યું કે દરેક ગ્રાહકે ગેસ સિલિન્ડર માટે ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી રહેશે. જો કોઈ એજન્સી કે તત્વ સંગ્રહખોરી કે ગેરરીતિ કરતા ઝડપાશે તો તેની સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા જિલ્લામાં હાલ ૫.૪૪ લાખ ઘરેલું અને ૧૨ હજાર કોમર્શિયલ કનેક્શન છે, જે તમામને પૂરતો પુરવઠો મળે તે માટે તંત્ર સજ્જ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic