Monday, 21 September 2026
  • Home  
  • તહેવારોમાં ૧૫ લાખ શ્રદ્ધાળુઓ માટે GSRTC સજ્જ, એસ.ટી. નિગમ મુસાફરોને આપશે નિઃશુલ્ક બાયોડીગ્રેડેબલ બેગ્સ!
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

તહેવારોમાં ૧૫ લાખ શ્રદ્ધાળુઓ માટે GSRTC સજ્જ, એસ.ટી. નિગમ મુસાફરોને આપશે નિઃશુલ્ક બાયોડીગ્રેડેબલ બેગ્સ!

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના જાહેર જીવનમાં સફળ નેતૃત્વના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘સેવા મેરા યોગદાન’ અભિયાન હેઠળ એક માસ સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ‘સેવા યાત્રા’ ના ભાગરૂપે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા પર્યાવરણ સુરક્ષા અને યાત્રી સુવિધાને સાંકળતી એક […]

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના જાહેર જીવનમાં સફળ નેતૃત્વના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘સેવા મેરા યોગદાન’ અભિયાન હેઠળ એક માસ સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ‘સેવા યાત્રા’ ના ભાગરૂપે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા પર્યાવરણ સુરક્ષા અને યાત્રી સુવિધાને સાંકળતી એક અત્યંત સરાહનીય અને પ્રોત્સાહક પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આવનારા વિવિધ ધાર્મિક મેળાઓ અને તહેવારો દરમિયાન ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓની સુગમ મુસાફરી માટે એસ.ટી. નિગમ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે.

વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ ગાંધીનગર ખાતે જીએસઆરટીસીની કામગીરી અને પર્યાવરણલક્ષી યોજના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ GSRTC દિન-પ્રતિદિન પોતાની મુસાફર સેવાઓનો વ્યાપ વધારી રહ્યું છે. રાજ્યના અંબાજી, ડાકોર કે પાવગઢ જેવાં વિવિધ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓ અને તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુચારૂ પરિવહન પૂરું પાડવામાં GSRTC હંમેશા અગ્રેસર રહ્યું છે. આ વખતે પણ ૧૫ લાખથી વધુ યાત્રિકો માટે નિગમે વધારાની બસો અને ખાસ પરિવહન આયોજન હાથ ધર્યું છે.

આ સેવાકીય આયોજનની સૌથી વિશેષ બાબત એ છે કે, પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણને પ્રોત્સાહિત કરવા માટે GSRTC દ્વારા ધાર્મિક સ્થળો કે મેળાઓમાં આવતા શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક બાયોડીગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરવામાં આવશે. જે યાત્રિકો પોતાની સાથે સિંગલ-યુઝ પ્લાસ્ટિક લાવશે, તેમને પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ વિકલ્પો અપનાવવા માટે જાગૃત કરવામાં આવશે. આ પહેલથી યાત્રાધામોમાં સ્વચ્છતા જાળવવામાં અને પ્લાસ્ટિકના કચરાથી થતું પ્રદૂષણ અટકાવવામાં મોટો સહયોગ મળશે.

આ ખાસ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી પ્રવિણ માળીએ ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓની દિવસ-રાત નિષ્ઠાપૂર્વક સેવા કરવા બદલ અને મુસાફરી વ્યવસ્થા જાળવવા બદલ GSRTC ના તમામ ડ્રાઇવરો, કંડક્ટરો તેમજ સમગ્ર વહીવટી સ્ટાફને હાર્દિક અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે નિગમની આ ઉત્કૃષ્ટ અને સુવિધાજનક સેવાઓથી રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રાળુઓની સફર વધુ આરામદાયક, યાદગાર અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ બનશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic