Friday, 19 June 2026
  • Home  
  • ખેડૂતોની દિવાળી : પીએમ મોદી આવતીકાલે રિલીઝ કરશે ‘પીએમ-કિસાન’ યોજનાનો ૨૩મો હપ્તો
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ખેડૂતોની દિવાળી : પીએમ મોદી આવતીકાલે રિલીઝ કરશે ‘પીએમ-કિસાન’ યોજનાનો ૨૩મો હપ્તો

ગાંધીનગર: દેશના અન્નદાતાઓ આર્થિક રીતે સશક્ત બને તેવા હેતુથી કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજના ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (PM-KISAN) નો ૨૩મો હપ્તો આવતીકાલે રિલીઝ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, ૨૦ જૂન, ૨૦૨૬ના રોજ પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી એક ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં સન્માન નિધિની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરશે. […]

ગાંધીનગર: દેશના અન્નદાતાઓ આર્થિક રીતે સશક્ત બને તેવા હેતુથી કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજના ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (PM-KISAN) નો ૨૩મો હપ્તો આવતીકાલે રિલીઝ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, ૨૦ જૂન, ૨૦૨૬ના રોજ પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી એક ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં સન્માન નિધિની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરશે. આ અવસરે વડાપ્રધાનશ્રી દેશના ખૂણે-ખૂણેથી જોડાયેલા ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ પણ સાધશે.

આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના અંદાજે ૫૧.૨૮ લાખ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં કુલ રૂપિયા ૧,૦૨૫ કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી સીધી જ જમા કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના “પીએમ કિસાન ઉત્સવ દિવસ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશ કટારા ખાસ પ્રેરક ઉપસ્થિતિ આપશે.

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, આ યોજના હેઠળ અત્યાર સુધી દેશ અને રાજ્યમાં થયેલું આર્થિક રોકાણ નીચે મુજબ છે:

૨૩મો હપ્તો (દેશ): દેશભરના ૯.૪૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂપિયા ૧૮,૮૮૦ કરોડથી વધુની સહાય સીધી વિતરિત કરાશે.

અત્યાર સુધીની કુલ સહાય (દેશ): આ યોજનાના અગાઉના ૨૨ હપ્તાઓમાં દેશના ૧૧ કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા ૪.૨૮ લાખ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી ચૂકી છે.

ગુજરાતનો અત્યાર સુધીનો રેકોર્ડ: ગુજરાતના ૬૯ લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં આ યોજના થકી કુલ રૂપિયા ૨૩,૦૮૩ કરોડથી વધુનો સીધો આર્થિક ફાયદો મળી ચૂક્યો છે.

આ મહોત્સવ માત્ર ગાંધીનગર પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ તેને છેવાડાના ગામડાં સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારે વ્યાપક આયોજન કર્યું છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સંબોધન અને હપ્તો રિલીઝ કરવાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ (Live Streaming) જોવા માટે રાજ્યભરમાં વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, તમામ એપીએમસી (માર્કેટ યાર્ડ), ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO), પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો તેમજ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACS) ખાતે મોટી એલઈડી સ્ક્રીનો લગાવીને ખેડૂતોને આ કાર્યક્રમ લાઈવ બતાવવામાં આવશે. ખરીફ પાકની વાવણીની શરૂઆત વચ્ચે ખેડૂતોના ખાતામાં આ નાણાં જમા થવાના હોવાથી ધરતીપુત્રોમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic