Friday, 17 April 2026
  • Home  
  • સુરત : માથાભારે ચિરાગ ગોટીનો આતંક ઓગળ્યો, 4 દિવસમાં બીજી વાર કરાયું ‘ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન’
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

સુરત : માથાભારે ચિરાગ ગોટીનો આતંક ઓગળ્યો, 4 દિવસમાં બીજી વાર કરાયું ‘ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન’

સુરત: સુરત શહેરમાં જેની દાદાગીરી અને લુખ્ખાગીરીથી લોકો ફફડતા હતા, તેવા માથાભારે આરોપી ચિરાગ ગોટીની શાન ઠેકાણે લાવવા પોલીસે કમર કસી છે. સિંગણપોર બાદ હવે સરથાણા પોલીસ દ્વારા આરોપી ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ચાર દિવસમાં આ બીજી વખત છે જ્યારે પોલીસે જાહેરમાં આરોપીના હાથમાં દોરડું બાંધી તેને રસ્તા પર […]

સુરત: સુરત શહેરમાં જેની દાદાગીરી અને લુખ્ખાગીરીથી લોકો ફફડતા હતા, તેવા માથાભારે આરોપી ચિરાગ ગોટીની શાન ઠેકાણે લાવવા પોલીસે કમર કસી છે. સિંગણપોર બાદ હવે સરથાણા પોલીસ દ્વારા આરોપી ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ચાર દિવસમાં આ બીજી વખત છે જ્યારે પોલીસે જાહેરમાં આરોપીના હાથમાં દોરડું બાંધી તેને રસ્તા પર લાવી તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી મુકેશભાઈ ગજેરા (ટ્રાવેલ્સ માલિક) એ આક્ષેપ કર્યો હતો કે ચિરાગ ગોટીએ તેમને બંદૂકની અણીએ ધમકાવી અંદાજે ₹18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદી અને આરોપીનો સંપર્ક બાયોડીઝલના ધંધા દરમિયાન થયો હતો. પરિચય મિત્રતામાં બદલાયો અને ચિરાગે મુકેશભાઈ પાસેથી ₹18 લાખ ઉછીના લીધા હતા. જ્યારે મુકેશભાઈએ પોતાના જ રૂપિયા પરત માંગ્યા, ત્યારે ચિરાગે પૈસા આપવાને બદલે બંદૂક બતાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ચિરાગ ગોટી વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી શરૂ થતા જ અત્યાર સુધી ડરીને બેઠેલા અનેક પીડિતો હવે હિંમત કરીને સામે આવી રહ્યા છે. હાલમાં ચિરાગ વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ છે:

  1. સિંગણપોર પોલીસ મથક
  2. સરથાણા પોલીસ મથક
  3. ચોક બજાર પોલીસ મથક
  4. કતારગામ પોલીસ મથક

સરથાણા પોલીસ દ્વારા આરોપીને તે જ સ્થળે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે ફરિયાદીને ધમકી આપી હતી. પોલીસે ઘટનાનું બારીકાઈથી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેથી કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય. આ કાર્યવાહીને જોઈને સ્થાનિક રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને પોલીસની આકરી કામગીરીને બિરદાવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic