Thursday, 5 November 2026
  • Home  
  • “પોલીસ સ્ટેશનમાં આવતા જ ગુનેગારોના પગ ધ્રૂજવા જોઈએ” : અમદાવાદમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીની કડક ચેતવણી
- ગુજરાત - મધ્ય ગુજરાત

“પોલીસ સ્ટેશનમાં આવતા જ ગુનેગારોના પગ ધ્રૂજવા જોઈએ” : અમદાવાદમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીની કડક ચેતવણી

અમદાવાદ: અમદાવાદ શહેરના નાગરિકોની સુરક્ષા વધારવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચાંદખેડા ખાતેથી મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરા ખાતે નવનિર્મિત 3 નવા પોલીસ સ્ટેશનોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા ત્રણ પોલીસ સ્ટેશનો કાર્યરત થતાંની સાથે જ અમદાવાદ શહેરમાં કુલ પોલીસ સ્ટેશનોની સંખ્યા 49થી વધીને 52 થઈ […]

અમદાવાદ: અમદાવાદ શહેરના નાગરિકોની સુરક્ષા વધારવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચાંદખેડા ખાતેથી મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરા ખાતે નવનિર્મિત 3 નવા પોલીસ સ્ટેશનોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા ત્રણ પોલીસ સ્ટેશનો કાર્યરત થતાંની સાથે જ અમદાવાદ શહેરમાં કુલ પોલીસ સ્ટેશનોની સંખ્યા 49થી વધીને 52 થઈ ગઈ છે. લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ અને નાગરિકોને સંબોધતા ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિવેદન આપતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિકોને સન્માન મળવું જોઈએ, પરંતુ ગુનેગારોના પગ પોલીસ સ્ટેશનની અંદર આવતા જ ધ્રૂજવા જોઈએ અને અસામાજિક તત્વો પોલીસ સ્ટેશનથી એક કિલોમીટર દૂર ભાગવા જોઈએ.

પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન સમયે પોતાનો અનોખો દ્રષ્ટિકોણ રજૂ કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જ્યારે તેઓ કોઈ હોસ્પિટલના લોકાર્પણમાં જાય ત્યારે એ પ્રાર્થના કરે છે કે કોઈ દર્દીને અહીં આવવું ન પડે, અને જો કોઈ આવે તો તે સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરે. તેવી જ રીતે જ્યારે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થાય ત્યારે ભગવાનને એવી જ પ્રાર્થના કરવાની હોય કે કોઈ નિર્દોષ નાગરિકે અહીં આવવાની જરૂર જ ન પડે. તેમણે પોલીસ અધિકારીઓને ટકોર કરી હતી કે જો કોઈ ગરીબ કે પીડિત નાગરિક પોતાની ફરિયાદ લઈને આવે, તો તેને પ્રેમથી પાણીનો પ્યાલો આપીને તેની તકલીફ સાંભળવી જોઈએ અને પૂરી સંવેદનશીલતાથી તેને મદદ કરવી જોઈએ. નિર્દોષ લોકોને પોલીસ સ્ટેશનમાં ક્યારેય ડર ન હોવો જોઈએ, પરંતુ કાયદાનો ભંગ કરનારા ગુનેગારો સાથે માત્ર ગુનેગાર જેવો જ આકરો વર્તાવ થવો જોઈએ.

આ પ્રસંગે ડેપ્યુટી CM સંઘવીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઉત્કૃષ્ટ કામગીરીની સરાહના કરી હતી, જેણે તાજેતરમાં આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરીને કરોડો રૂપિયાનું એમડી (MD) ડ્રગ્સ અને હિરોઈન જપ્ત કર્યું છે. આ ઉપરાંત, તાજેતરમાં જ પૂર્ણ થયેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન લાખો ખેલૈયાઓની સુરક્ષા જાળવવા તેમજ ઔદ્યોગિક અને વ્યાપારી એકમોનું રક્ષણ કરવા માટે રાત-દિવસ એક કરનાર પોલીસ પરિવારની નિષ્ઠાને તેમણે બિરદાવી હતી. તેમણે નવા પોલીસ સ્ટેશનો અંગે ઉમેર્યું કે મોટેરા પોલીસ સ્ટેશન શરૂ થવાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા વિશાળ આયોજન સ્થળોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને મોટા કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઘણી સરળતા રહેશે.

આગામી દિવાળીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી મુખ્યમંત્રીએ પોલીસ તંત્રને એક માનવતાવાદી અપીલ પણ કરી હતી. તેમણે સૂચના આપી હતી કે તહેવારોના દિવસોમાં મોડી રાત સુધી વેપાર કરતા નાના ફેરિયાઓ, લારી-ગલ્લા ધારકો અને નાના વેપારીઓ પ્રત્યે પોલીસે સહાનુભૂતિપૂર્વકનું વલણ અપનાવવું જોઈએ જેથી તેઓ શાંતિથી પોતાનો રોજીરોટીનો વેપાર કરી શકે. સાથે જ તેમણે રાજ્યના નાગરિકોને પણ વિનંતી કરી હતી કે તહેવારોની ખરીદી વખતે આ નાના વેપારીઓ પાસેથી વધુ પડતી ભાવતાલ કે કચકચ કર્યા વિના ખરીદી કરીને તેમને પ્રોત્સાહિત કરે. અંતમાં તેમણે પોલીસકર્મીઓને ટકોર કરી હતી કે “પોલીસગિરી માત્ર પોલીસ સ્ટેશન સુધી જ રાખો, ઘરે જઈને એક ઉત્તમ મિત્ર, પિતા કે દીકરો બનીને પોતાના પરિવાર સાથે દિવાળીની ખુશીઓ ઉજવો.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic