Friday, 17 April 2026

Tag: Crime Branch

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

ફૂડ ડિલિવરી બોય અને ડ્રાઈવર બનીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને દબોચ્યો

વડોદરા: વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરતા છેલ્લા ૨૦ વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર રહેલા અપહરણના આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે. મકરપુરા પોલીસ મથકના વર્ષો જૂના ગંભીર ગુનામાં સંડોવાયેલા આ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફિલ્મી સ્ટાઈલથી વેશપલટો કરી જાળ બિછાવી હતી. ફૂડ ડિલિવરી બોય બનીને કરી ધરપકડ આરોપી ફિરોજખાન મુસ્તાકખાન […]

ગુજરાત મધ્ય ગુજરાત

વિદેશ જતા કન્ટેનરમાંથી સામાન ચોર્યો, બાન્કો કંપનીના કન્ટેનરમાંથી રૂ.4 કરોડનો માલ ચોરનાર ઠગ સુધીર સિંહ સુરતથી ઝડપાયો

વડોદરા: વડોદરાની જાણીતી બાન્કો એલ્યુમિનિયમ લિમિટેડ કંપની સાથે અંદાજે ₹4.16 કરોડની છેતરપિંડી આચરનાર અને છેલ્લા અઢી વર્ષથી પોલીસને થાપ આપી રહેલા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ખાતેથી ઝડપાયેલા આ આરોપીએ વિદેશ જતા કીમતી સામાનમાં મોટી હેરાફેરી કરી કંપનીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હતું. શું હતી સમગ્ર ઘટના? (જૂલાઈ-ઓગસ્ટ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં શિવજીની સવારીમાં ચેઈન ચોરી કરનાર ‘ચેઈન સ્નેચર’ ગેંગ ઝડપાઈ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રી નિમિત્તે નીકળેલી ભવ્ય ‘શિવજી કી સવારી’ યાત્રામાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડનો લાભ લેવા પહોંચેલી એક રીઢા ગુનેગારોની ગેંગને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ભીડમાં મહિલાઓના ગળામાંથી કટર વડે સોનાની ચેઈન કાપી ચોરી કરનાર પાલનપુરની ગેંગના ૬ સભ્યોને પોલીસે ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. શંકાસ્પદ રિક્ષાએ ખોલ્યો […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ડ્રગ્સ માફિયાઓનો ખેલ : મસલ ગેન કરવાના નામે રશિયન સ્ટેરોઇડ વેચતું રેકેટ ઝડપાયું

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં બોડી બિલ્ડિંગ અને મસલ ગેન કરવાના ક્રેઝ વચ્ચે યુવાનોના જીવ જોખમાય તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસેની એક દુકાનમાં દરોડો પાડીને મોટા પાયે પ્રતિબંધિત સ્ટેરોઇડ અને હાર્મોન ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડ્યો છે. રશિયા અને ઓસ્ટ્રેલિયાનું કનેક્શન ક્રાઇમ બ્રાન્ચને […]

ગુજરાત મધ્ય ગુજરાત

સયાજીબાગ બાળમેળામાં ભીડનો લાભ લઈ હાથફેરો કરતી નડિયાદની મહિલા ઝડપાઈ

વડોદરા: વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ (કમાટીબાગ) ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ‘બાળમેળા’માં ૨૬ જાન્યુઆરીના રોજ હજારોની મેદની ઉમટી પડી હતી. આ મેળાના આનંદ અને ઉલ્લાસ વચ્ચે તસ્કરોની ટોળકીએ ભીડનો ગેરલાભ ઉઠાવી મુલાકાતીઓના મોબાઈલ ફોન પર તરાપ મારી હતી. વાલીઓ અને બાળકો જ્યારે વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા, ત્યારે ગઠિયાઓએ નજર ચૂકવીને અનેક કિંમતી ફોન ચોરી […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ‘કોર્પોરેટ’ સ્ટાઈલ ચોરી: ઇસ્ત્રી ટાઇટ કપડાં અને ઈન-શર્ટ પહેરી તસ્કરોએ ઉદ્યોગપતિનું ઘર સાફ કર્યું

વડોદરા: વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે તસ્કરો મોઢે રૂમાલ બાંધી કે હથિયારો સાથે જોવા મળતા હોય છે, પરંતુ અહીં તસ્કરો કોઈ મોટી કોર્પોરેટ ઓફિસમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા હોય તેવા ‘ઇસ્ત્રી ટાઇટ’ ફોર્મલ કપડાં અને ઈન-શર્ટ પહેરીને ચોરી કરવા આવ્યા હતા. આ શાતિર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા

લગ્ન પ્રસંગમાં ‘મહેમાન’ બની લાખોની ચોરી કરનાર શાતિર તસ્કર ઝડપાયો, સુરત સારોલી પોલીસની મોટી સફળતા

સુરત: સુરતના સારોલી વિસ્તારમાં થોડા સમય અગાઉ એક લગ્ન પ્રસંગ દરમિયાન નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 9 લાખની ચોરીની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સારોલી પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી લગ્ન પ્રસંગમાં મહેમાનના સ્વાંગમાં પ્રવેશતો હતો અને ભીડનો લાભ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ

સુરતમાં સાયબર ક્રાઈમનો મોટો ધડાકો : ટેક્સ્ટાઈલ માર્કેટની આડમાં ચાલતું રૂ. 2000 કરોડનું કૌભાંડ ઝડપાયું

સુરત: ડાયમંડ સિટી અને ટેક્સ્ટાઈલ હબ ગણાતા સુરત શહેરમાંથી સાયબર ક્રાઈમનો અત્યાર સુધીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંતર્ગત કાર્યવાહી કરી ટેક્સ્ટાઈલ માર્કેટની આડમાં ચાલતા આશરે 2,000 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કને ઝડપી પાડ્યું છે. આ રેકેટના તાર છેક કંબોડિયા અને નેપાળ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત: પોલીસકર્મીઓ બન્યા ‘ચા-ભજીયાવાળા’, ૭ દિવસના વેશ પલટા બાદ રીઢો ગુનેગાર ઝડપાયો

સુરત શહેરમાં રીઢા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસ હવે અવનવા નુસખા અપનાવી રહી છે. તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે એક ફિલ્મી સ્ટાઈલ ઓપરેશન પાર પાડીને છેલ્લા આઠ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા લૂંટના આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને પકડવા માટે પોલીસકર્મીઓએ સતત સાત દિવસ સુધી ચા અને ભજીયા વેચનારા બનીને વેશ પલટો કર્યો […]

ગુજરાત મધ્ય ગુજરાત

માંજલપુરમાં સરેઆમ ચોરી: મુખ્ય માર્ગ પરથી રૂ. ૬૫ હજાર રોકડ અને ૧૦ તોલા સોનાના દાગીનાની ચોરી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલી એક દુકાનમાં દિવસના સમયે ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેને પગલે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ગભરાહટ ફેલાયો છે. સૂસેન સર્કલથી વડસર તરફ જતા માર્ગ પર, રવિ સિલેક્શનની બાજુમાં આવેલી ઓમકાર સ્ટીલ સેન્ટર નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના તા. ૫ના રોજ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic