Tuesday, 1 September 2026
  • Home  
  • અજબ-ગજબ કિસ્સો : વોલમાર્ટના ફ્લોર પરથી પડી ગયેલા રૂ.૨,૫૦૦ ઉપાડ્યા, તો પોલીસના ‘વોન્ટેડ’ લિસ્ટમાં આવી ગયો શખ્સ!
- દેશ-દુનિયા

અજબ-ગજબ કિસ્સો : વોલમાર્ટના ફ્લોર પરથી પડી ગયેલા રૂ.૨,૫૦૦ ઉપાડ્યા, તો પોલીસના ‘વોન્ટેડ’ લિસ્ટમાં આવી ગયો શખ્સ!

જ્યોર્જિયા (અમેરિકા): રસ્તા પર કે શોપિંગ મોલમાં પડી ગયેલા થોડા પૈસા ઉપાડી લેવા એ સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે સહેજ બાબત હોય છે. પરંતુ અમેરિકાના જ્યોર્જિયામાં એક શખ્સને ફ્લોર પરથી માત્ર $૩૦ (અંદાજે ૨,૫૦૦ રૂપિયા) ઉપાડવા એવા ભારે પડ્યા કે તેનો ફોટો સીધો પોલીસના ‘વોન્ટેડ’ (અપરાધી) પોસ્ટર પર છપાઈ ગયો! વોલમાર્ટ સ્ટોરમાં બનેલી આ ઘટના […]

જ્યોર્જિયા (અમેરિકા): રસ્તા પર કે શોપિંગ મોલમાં પડી ગયેલા થોડા પૈસા ઉપાડી લેવા એ સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે સહેજ બાબત હોય છે. પરંતુ અમેરિકાના જ્યોર્જિયામાં એક શખ્સને ફ્લોર પરથી માત્ર $૩૦ (અંદાજે ૨,૫૦૦ રૂપિયા) ઉપાડવા એવા ભારે પડ્યા કે તેનો ફોટો સીધો પોલીસના ‘વોન્ટેડ’ (અપરાધી) પોસ્ટર પર છપાઈ ગયો! વોલમાર્ટ સ્ટોરમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે આશ્ચર્ય અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

જ્યોર્જિયાના એક સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર એક સીસીટીવી ફુટેજનો સ્ટીલ ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટમાં પોલીસે લોકોને એક આધેડની ઓળખ કરવા અપીલ કરી હતી. વોલમાર્ટમાં ખરીદી દરમિયાન એક ગ્રાહકના $૩૦ જમીન પર પડી ગયા હતા. આ અજાણ્યા શખ્સે તે પૈસા ઉપાડી લીધા પરંતુ સ્ટોરના કર્મચારીઓને જમા કરાવ્યા નહોતા. આ પોસ્ટ વાયરલ થતાં અને વિરોધ વધતાં, પોલીસે અપડેટ આપી હતી કે શખ્સે પૈસા પરત કરી દીધા છે અને મૂળ માલિકે કેસ પાછો ખેંચી લીધો છે.

આ ઘટના સામે આવ્યા બાદ નેટિઝન્સે પોલીસની કામગીરી અને કાયદા પર જોરદાર કટાક્ષ કરવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે કહ્યું, “ગયા અઠવાડિયે જ મને ૨૦ ડોલર મળ્યા હતા, હું સરેન્ડર કરવા માંગુ છું. આ ભાગેડુ જીવન બહુ અઘરું છે!” બીજા યુઝરે કહ્યું, “મારી ૧૪ વર્ષની દીકરીને થિયેટરમાંથી ૧૦ ડોલર મળ્યા હતા, હવે મારે તેને સમજાવવું પડશે કે પોલીસ તને જેલમાં પૂરવા આવી રહી છે.” અન્ય એક યુઝરે કહ્યું, “સાચા ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે અને પોલીસ ૩૦ ડોલર ઉપાડવા બદલ માણસની પાછળ પડી ગઈ છે!”

ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે ‘જમીન પરથી પડેલા પૈસા ઉપાડવા ક્યારથી ગેરકાયદેસર બની ગયા?’. સામાન્ય રીતે લોકો ‘Finders Keepers’ (જેને મળે તેનું) માનતા હોય છે. જોકે, કેટલાક લોકોએ એવો અનુભવ પણ શેર કર્યો કે જ્યારે તેઓ પ્રામાણિક બનીને રિસેપ્શન પર જમીન પરથી મળેલા સિક્કા કે પૈસા જમા કરાવવા જાય છે, ત્યારે કર્મચારીઓ જ તેમને વિચિત્ર નજરે જુએ છે. આ વિચિત્ર કિસ્સાએ હાલમાં ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic