Friday, 17 April 2026
  • Home  
  • મોરબી સિરામિક ઉદ્યોગના પડખે ગુજરાત ગેસ, વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે પણ ગેસ સપ્લાય રાખ્યો સુનિશ્ચિત
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - બિઝનેસ - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

મોરબી સિરામિક ઉદ્યોગના પડખે ગુજરાત ગેસ, વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે પણ ગેસ સપ્લાય રાખ્યો સુનિશ્ચિત

મોરબી: વૈશ્વિક સ્તરે ઊર્જાના ક્ષેત્રે સર્જાયેલી અસ્થિરતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે પણ ગુજરાત સરકારે મોરબીના સિરામિક ઉદ્યોગને જીવતદાન આપવા માટે કમર કસી છે. મોરબીમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના મુખ્ય સપ્લાયર ગુજરાત ગેસ લિમિટેડ (GGL) એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સિરામિક એકમોની ઈંધણની જરૂરિયાત પૂરી કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. યુદ્ધ અને પુરવઠામાં […]

મોરબી: વૈશ્વિક સ્તરે ઊર્જાના ક્ષેત્રે સર્જાયેલી અસ્થિરતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે પણ ગુજરાત સરકારે મોરબીના સિરામિક ઉદ્યોગને જીવતદાન આપવા માટે કમર કસી છે. મોરબીમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના મુખ્ય સપ્લાયર ગુજરાત ગેસ લિમિટેડ (GGL) એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સિરામિક એકમોની ઈંધણની જરૂરિયાત પૂરી કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

ફેબ્રુઆરી-૨૦૨૬ માં જ્યારે કટોકટી સર્જાઈ, ત્યારે મોરબીમાં મોટાભાગના એકમો પ્રોપેન પર નિર્ભર હતા. જોકે, માર્ચ-૨૦૨૬ ની શરૂઆતમાં યુએસ-ઈરાન યુદ્ધને કારણે એલએનજી (LNG) સપ્લાયમાં મોટો વિક્ષેપ પડ્યો હતો. ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ GGL એ સપ્લાયમાં થોડો કાપ મૂકવો પડ્યો હોવા છતાં, ઉદ્યોગોને સાવ ઠપ્પ થવા દીધા નથી.

વધતા ઉત્પાદન ખર્ચ અને ફ્રેટ દરોને કારણે અનેક એકમોએ સ્વેચ્છાએ પ્લાન્ટ બંધ કર્યા હતા. આ મુશ્કેલીના સમયે GGL એ મોરબી સિરામિક એસોસિએશન સાથે બેઠકો યોજી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં LNG ના ભાવ $૧૮-૨૦ ડોલર પ્રતિ MMBtu જેટલા ઊંચા હોવા છતાં, કંપનીએ મધ્ય-પૂર્વ સિવાયના અન્ય બજારોમાંથી ગેસનો જથ્થો મેળવી ઉદ્યોગને પૂરો પાડ્યો છે. જેના પરિણામે અત્યાર સુધીમાં ૧૪૨ સિરામિક એકમોમાં ફરીથી ઉત્પાદન શરૂ થઈ ગયું છે.

GGL ની યાદી મુજબ, કંપનીની ટીમો સતત એસોસિએશન સાથે સંકલનમાં છે જેથી ભાવ વધારાની સામે ઉદ્યોગને કેવી રીતે રક્ષણ આપી શકાય તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. “વર્તમાન પડકારો વચ્ચે GGL મોરબીના સિરામિક ઉદ્યોગની સાથે અડગ રીતે ઊભું છે. પરસ્પર વિશ્વાસ દ્વારા આપણે આ મુશ્કેલીઓ પાર કરી ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જઈશું,” તેમ કંપનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic