Wednesday, 15 April 2026
  • Home  
  • આણંદમાં હીટવેવનો કહેર : લૂથી બચવા આરોગ્ય વિભાગની ગાઇડલાઇન જાહેર
- ગુજરાત - મધ્ય ગુજરાત - લાઈફસ્ટાઈલ

આણંદમાં હીટવેવનો કહેર : લૂથી બચવા આરોગ્ય વિભાગની ગાઇડલાઇન જાહેર

આણંદ: ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આકાશ આંબી રહ્યો છે, ત્યારે આણંદ જિલ્લામાં હીટવેવ (લૂ) ની શક્યતાઓને ધ્યાને રાખીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકો માટે વિશેષ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ગરમીના કારણે થતા ‘હીટ સ્ટ્રોક’ અને અન્ય બીમારીઓથી બચવા માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરાયો છે. કોણે રાખવી જોઈએ વિશેષ […]

આણંદ: ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આકાશ આંબી રહ્યો છે, ત્યારે આણંદ જિલ્લામાં હીટવેવ (લૂ) ની શક્યતાઓને ધ્યાને રાખીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકો માટે વિશેષ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ગરમીના કારણે થતા ‘હીટ સ્ટ્રોક’ અને અન્ય બીમારીઓથી બચવા માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરાયો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અમુક ચોક્કસ વર્ગના લોકો પર ગરમીની ગંભીર અસર થઈ શકે છે:

  • નાના બાળકો અને શિશુઓ: તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી ડિહાઈડ્રેશનનું જોખમ વધુ રહે છે.
  • સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો: એકલા રહેતા વૃદ્ધોના સ્વાસ્થ્યનું દૈનિક નિરીક્ષણ કરવું જરૂરી છે.
  • ગંભીર બીમારીવાળા વ્યક્તિઓ: હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર કે માનસિક બીમારી ધરાવતા લોકોએ વિશેષ સાવધ રહેવું.
  • બહાર કામ કરતા શ્રમિકો: તડકામાં મજૂરી કરતા લોકોએ સમયાંતરે છાંયડે આરામ કરવો જોઈએ.
  1. પુષ્કળ પાણી પીવો: તરસ ન લાગી હોય તો પણ વારંવાર પાણી, છાશ કે લીંબુ શરબત લેતા રહેવું.
  2. ઘરને ઠંડુ રાખો: બપોરના સમયે બારી-બારણાં બંધ રાખી પડદા અથવા સનશેડનો ઉપયોગ કરવો અને રાત્રે વેન્ટિલેશન માટે બારીઓ ખુલ્લી રાખવી.
  3. હળવા કપડાં: સુતરાઉ અને આછા રંગના ઢીલા કપડાં પહેરવા.
  4. શરીરને ઠંડુ રાખો: શરીરનું તાપમાન જાળવવા ભીના કપડાં કે પંખાનો ઉપયોગ કરવો.
  • પીક કલાકોમાં બહાર ન નીકળો: બપોરે ૧૨:૦૦ થી ૪:૦૦ દરમિયાન બિનજરૂરી બહાર જવાનું અને સખત પ્રવૃત્તિઓ ટાળવી.
  • ખુલ્લા પગે ન ચાલવું: તડકામાં ખુલ્લા પગે નીકળવાથી હીટ એક્ઝોશન થઈ શકે છે.
  • ખાન-પાનમાં સાવચેતી: આલ્કોહોલ, ચા, કોફી અને વધુ પડતી ખાંડવાળા કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ ટાળવા, કારણ કે તે શરીરમાં પાણી ઘટાડે છે.
  • ખોરાક: હાઈ પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળવું.
  • વાહનમાં સાવધાની: પાર્ક કરેલા વાહનમાં બાળકો કે પાલતુ પ્રાણીઓને ક્યારેય એકલા ન છોડવા, કારણ કે અંદરનું તાપમાન જીવલેણ બની શકે છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિને ચક્કર આવે, ઉબકા આવે કે ખૂબ તાવ જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાના કે હોસ્પિટલનો સંપર્ક કરવો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic