Saturday, 31 October 2026
  • Home  
  • આણંદમાં ટેક્સ રિકવરીનું ‘બુલડોઝર’, વેરો ન ભરનાર 3 દુકાનોને મનપાએ ફટકાર્યા સીલ
- ગુજરાત - મધ્ય ગુજરાત

આણંદમાં ટેક્સ રિકવરીનું ‘બુલડોઝર’, વેરો ન ભરનાર 3 દુકાનોને મનપાએ ફટકાર્યા સીલ

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સની બાકી રકમ વસૂલવા માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મનપા કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગની રિકવરી ટીમે શહેરના પોશ ગણાતા વિદ્યાનગર રોડ પર તવાઈ બોલાવી છે. લાંબા સમયથી મિલકત વેરો ન ભરનારા એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ત્રણ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. નારાયણ […]

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સની બાકી રકમ વસૂલવા માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મનપા કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગની રિકવરી ટીમે શહેરના પોશ ગણાતા વિદ્યાનગર રોડ પર તવાઈ બોલાવી છે. લાંબા સમયથી મિલકત વેરો ન ભરનારા એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ત્રણ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, મહાનગરપાલિકાની રિકવરી ટીમે આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા ‘નારાયણ એમ્પાયર’ કોમ્પ્લેક્સમાં દરોડા પાડ્યા હતા. અહીં લાંબા સમયથી ₹35,393 જેટલો વેરો બાકી હોવા છતાં તેની ભરપાઈ કરવામાં આવી નહોતી. વારંવારની સૂચના છતાં વેરો ન ભરાતા આખરે મનપાએ આ ત્રણેય દુકાનોને સીલ મારી દીધા છે.

મનપાની આ કડક કાર્યવાહી જોઈને અન્ય મિલકત ધારકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. જે અંતર્ગત રિકવરી ટીમે અન્ય મિલકત ધારકો પાસેથી કુલ ₹2,32,594 નો બાકી વેરો સ્થળ પર જ વસૂલ કર્યો છે. મનપાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો સમયસર વેરો નહીં ભરાય તો મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા તમામ મિલકતધારકો અને દુકાનદારોને અંતિમ તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાની બાકી રહેલી વેરાની રકમ વહેલી તકે મનપાની તિજોરીમાં જમા કરાવી દે. જો તેમ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ બનાવીને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic