Thursday, 11 June 2026
  • Home  
  • સોલર સિટી આણંદ: ‘PM સૂર્ય ઘર યોજના’માં આણંદ જિલ્લાની કમાલ, 17 હજારથી વધુ ઘરો થયા સૂર્યપ્રકાશથી રોશન
- ગુજરાત - મધ્ય ગુજરાત

સોલર સિટી આણંદ: ‘PM સૂર્ય ઘર યોજના’માં આણંદ જિલ્લાની કમાલ, 17 હજારથી વધુ ઘરો થયા સૂર્યપ્રકાશથી રોશન

આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી મહત્વકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘર યોજના’ (PMSG) અંતર્ગત આણંદ જિલ્લો સમગ્ર રાજ્યમાં એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. મધ્યમવર્ગીય પરિવારોને મોંઘા વીજ બિલમાંથી મુક્તિ અપાવતી આ યોજનામાં આણંદ જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. અત્યાર સુધીમાં જિલ્લાના 17,747 ઘરોમાં સોલર મીટર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે […]

આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી મહત્વકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘર યોજના’ (PMSG) અંતર્ગત આણંદ જિલ્લો સમગ્ર રાજ્યમાં એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. મધ્યમવર્ગીય પરિવારોને મોંઘા વીજ બિલમાંથી મુક્તિ અપાવતી આ યોજનામાં આણંદ જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. અત્યાર સુધીમાં જિલ્લાના 17,747 ઘરોમાં સોલર મીટર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે જિલ્લામાં ઉર્જા ક્ષેત્રે નવી ચેતનાનો સંચાર થયો છે.

આ યોજનાની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં કુલ ₹101.18 કરોડ જેટલી માતબર રકમ સબસિડી પેટે ગ્રાહકોને ચૂકવવામાં આવી છે. આ સબસિડીને કારણે સોલર રૂફટોપ સિસ્ટમ બેસાડવી સામાન્ય પરિવારો માટે આર્થિક રીતે અત્યંત સરળ બની છે. જિલ્લામાં સોલર રૂફટોપ દ્વારા કુલ 69.99 મેગાવોટ (MW) ક્ષમતાની ઉર્જા પેદા કરવાની ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે.

આ યોજનામાં આણંદ તાલુકો સમગ્ર જિલ્લામાં મોખરે રહ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થયેલી પ્રગતિ નીચે મુજબ છે:

તાલુકોઇન્સ્ટોલ કરેલા મીટરચૂકવાયેલી સબસિડી (કરોડમાં)
આણંદ9,599₹53.66 કરોડ
બોરસદ2,073₹11.78 કરોડ
પેટલાદ2,062₹11.72 કરોડ
ખંભાત1,500₹9.31 કરોડ
ઉમરેઠ1,115₹6.20 કરોડ
આંકલાવ602₹3.69 કરોડ
તારાપુર433₹2.57 કરોડ
સોજિત્રા363₹2.24 કરોડ

આ યોજનાનો મુખ્ય હેતુ મધ્યમ અને ગરીબ પરિવારોના વીજ બિલના ભારણને શૂન્ય કરવાનું અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાનો છે. આણંદ જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં કુલ 21,591 અરજીઓ પ્રાપ્ત થઈ છે અને બાકી રહેલી અરજીઓ પર પણ ઝડપથી કામગીરી ચાલી રહી છે. ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનેલો આણંદ જિલ્લો હવે પર્યાવરણને અનુકૂળ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic