Thursday, 11 June 2026
  • Home  
  • મુશ્કેલીમાં સાઉથ સુપરસ્ટાર : પ્રોડક્શન હાઉસે ધનુષ પાસે માંગી રૂ.20 કરોડની પેનલ્ટી
- દેશ-દુનિયા - મનોરંજન

મુશ્કેલીમાં સાઉથ સુપરસ્ટાર : પ્રોડક્શન હાઉસે ધનુષ પાસે માંગી રૂ.20 કરોડની પેનલ્ટી

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અને નેશનલ એવોર્ડ વિનર ધનુષ હાલમાં એક મોટી કાયદાકીય લડાઈમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. દક્ષિણ ભારતના જાણીતા પ્રોડક્શન હાઉસ ‘થેનાન્દલ ફિલ્મ્સ’ દ્વારા ધનુષને રૂ. 20 કરોડનું વળતર ચૂકવવા માટે લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર મામલો વર્ષ 2016માં શરૂ થયેલા એક પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે જે આજ […]

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અને નેશનલ એવોર્ડ વિનર ધનુષ હાલમાં એક મોટી કાયદાકીય લડાઈમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. દક્ષિણ ભારતના જાણીતા પ્રોડક્શન હાઉસ ‘થેનાન્દલ ફિલ્મ્સ’ દ્વારા ધનુષને રૂ. 20 કરોડનું વળતર ચૂકવવા માટે લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર મામલો વર્ષ 2016માં શરૂ થયેલા એક પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે જે આજ દિન સુધી પૂર્ણ થઈ શક્યો નથી.

વર્ષ 2016માં ધનુષે થેનાન્દલ ફિલ્મ્સ સાથે ‘નાન રુદ્રન’ નામની એક મહત્વકાંક્ષી ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મમાં ધનુષ માત્ર લીડ એક્ટર જ નહીં, પરંતુ નિર્દેશકની ભૂમિકા પણ ભજવવાના હતા. જોકે, કોઈ અજ્ઞાત કારણોસર આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શક્યું નહોતું. પ્રોડક્શન હાઉસના જણાવ્યા અનુસાર, તે સમયે ધનુષે ખાતરી આપી હતી કે થયેલા આર્થિક નુકસાનના બદલામાં તેઓ કંપની માટે અન્ય એક ફિલ્મ કરી આપશે.

નિર્માતાઓએ આરોપ લગાવ્યો છે કે ધનુષના વાયદા પર ભરોસો રાખીને તેમણે પ્રી-પ્રોડક્શનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. એટલું જ નહીં, ફિલ્મમાં અન્ય મહત્વના કલાકારો તરીકે સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન અને એસ.જે. સૂર્યાને પણ કાસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમને મોટી રકમનું એડવાન્સ પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું હતું.

પ્રોડક્શન હાઉસનો મુખ્ય આક્ષેપ એ છે કે લાંબો સમય વીતવા છતાં ધનુષે હજુ સુધી ફિલ્મની સંપૂર્ણ સ્ક્રિપ્ટ સોંપી નથી. નિર્માતાઓનું કહેવું છે કે ધનુષે જૂના વાયદા મુજબ ફિલ્મ પૂરી કરવાને બદલે પોતાના અન્ય પ્રોજેક્ટ્સ અને ફિલ્મોને વધુ પ્રાથમિકતા આપી છે. આ વિલંબ અને બેદરકારીને કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે, જેના વળતર પેટે હવે ₹20 કરોડની માંગણી કરવામાં આવી છે.

અત્યાર સુધી આ મામલે ધનુષ કે તેમની ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ આ નોટિસે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ચર્ચા જગાવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic