Friday, 5 June 2026
  • Home  
  • પ્રવેશોત્સવ પૂર્વે વાલીઓને મળી મોટી રાહત, જાણો પાઠ્યપુસ્તક મંડળનો મોટો નિર્ણય
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

પ્રવેશોત્સવ પૂર્વે વાલીઓને મળી મોટી રાહત, જાણો પાઠ્યપુસ્તક મંડળનો મોટો નિર્ણય

ગાંધીનગર: ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વના અને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષ મનુભાઈ પાવરાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ રાજ્યમાં પાઠ્યપુસ્તક વિતરણની […]

ગાંધીનગર: ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વના અને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષ મનુભાઈ પાવરાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ રાજ્યમાં પાઠ્યપુસ્તક વિતરણની કામગીરી ખૂબ જ સુદ્રઢ આયોજન સાથે ચાલી રહી છે. ગુજરાત બોર્ડ સંલગ્ન પ્રાથમિકથી શરૂ કરીને હાયર સેકન્ડરી શાળાઓ સુધીના તમામ માધ્યમોના પાઠ્યપુસ્તકો નિયત સમયમર્યાદામાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે મંડળ દ્વારા યુદ્ધના ધોરણે માઇક્રો-પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ચાલુ શૈક્ષણિક વર્ષની પડદા પાછળની વિગતો આપતા અધ્યક્ષ મનુભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક નૂતન વિષયોનો ઉમેરો કરી પાઠ્યપુસ્તક નિર્માણની પ્રક્રિયા સમયસર શરૂ કરી દેવાઈ હતી. પરંતુ, કેટલીક અનિવાર્ય ન્યાયિક પ્રક્રિયા (કોર્ટ કેસ) તેમજ ઈરાન સહિતના અન્ય દેશો વચ્ચે સર્જાયેલી વૈશ્વિક યુદ્ધની વિષમ પરિસ્થિતિને કારણે કાગળની આયાતમાં અંદાજે અઢીથી ત્રણ મહિનાનો આકસ્મિક વિલંબ થયો હતો.

આંતરરાષ્ટ્રીય અને કાનૂની અવરોધોના કારણે પ્રિન્ટિંગના ખર્ચમાં ફેરફાર થવા છતાં, રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે. અધ્યક્ષશ્રીએ વાલીઓને સંપૂર્ણ વિશ્વાસ અપાવ્યો છે કે આ તમામ આકસ્મિક વૈશ્વિક પડકારો છતાં પુસ્તકોના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી અને વાલીઓ પર એક પણ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડવા દેવામાં આવશે નહીં. અત્યારે મંડળની સમગ્ર ટીમ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સહેજ પણ પ્રભાવિત ન થાય તે માટે દિવસ-રાત પૂરજોશમાં પ્રિન્ટિંગની કામગીરી કરી રહી છે.

રાજ્ય સરકારે દરેક શાળા અને વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવા માટે નીચે મુજબની વ્યવસ્થા ગોઠવી છે:

  • ખાનગી અને નોન-ગ્રાન્ટેડ શાળાઓ: ખાનગી શાળાઓ માટેના કિંમતવાળા પુસ્તકો સત્તાવાર વિતરકો (Distributors) સુધી સમયસર પહોંચાડી દેવાયા છે, જે હાલ બજારમાં વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થઈ પણ ચૂક્યા છે.
  • સરકારી પ્રાથમિક શાળાઓ: સરકારી પ્રાથમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓને આગામી ‘શાળા પ્રવેશોત્સવ’ શરૂ થાય તે પૂર્વે જ તમામ પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષા સુધી સંપૂર્ણપણે વિનામૂલ્યે (Free of Cost) મળી રહે તેવું નક્કર આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
  • ગ્રાન્ટેડ અને માધ્યમિક શાળાઓ: સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ પુસ્તકો અતિ ઝડપે પહોંચાડવા માટે વિવિધ સરકારી એજન્સીઓ અત્યારે ખડેપગે કામ કરી રહી છે.

અંતરિયાળ અને રીમોટ વિસ્તારોમાં આકસ્મિક સંજોગોવશાત જો ભૌતિક પુસ્તક પહોંચવામાં સહેજ પણ વિલંબ થાય, તો પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ક્યાંય અટકે નહીં તે માટે મંડળે અત્યાધુનિક ‘ડિજિટલ બેકઅપ’ની આગોતરી વ્યવસ્થા ઊભી કરી છે. મંડળની સત્તાવાર વેબસાઇટ પર તમામ માધ્યમોના પાઠ્યપુસ્તકો ડિજિટલ સ્વરૂપે એટલે કે e-Books તરીકે અપલોડ કરી દેવામાં આવ્યા છે.

શૈક્ષણિક સત્રના પ્રારંભિક તબક્કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોઈપણ અડચણ વગર વેબસાઇટ પરથી સીધા જ પ્રકરણો (Chapters) ડાઉનલોડ કરીને સંદર્ભ (Reference) તરીકે ઉપયોગ કરી બાળકોને ભણાવી શકશે. રાજ્ય સરકાર છેવાડાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.

ડિજિટલ પુસ્તકો મેળવવાની લિંક: વાલીઓ અને શિક્ષકો મંડળની અધિકૃત વેબસાઇટgsstb.gujarat.gov.in/gsstb/Textbookપરથી ઓનલાઈન પુસ્તકો ડાઉનલોડ કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic