અતિવૃષ્ટિથી પલળી ગયા પાઠ્યપુસ્તકો? ચિંતા ન કરો! પ્રભાવિત વિદ્યાર્થીઓને મફતમાં અપાશે નવા પુસ્તકો!
ગાંધીનગર: રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર અને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી ઘરો અને શાળાઓમાં ઘૂસી જવાથી અનેક વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો પલળી ગયા હતા અને સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા. આવી કપરી સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં એક અત્યંત સંવેદનશીલ અને મહત્વનો સોગાદરૂપ […]



