Saturday, 31 October 2026
  • Home  
  • ગિરનારની ગોદમાં ગુંજશે હર હર મહાદેવ : ભવનાથના મિની કુંભ ‘મહાશિવરાત્રી મેળા’નો પ્રારંભ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગિરનારની ગોદમાં ગુંજશે હર હર મહાદેવ : ભવનાથના મિની કુંભ ‘મહાશિવરાત્રી મેળા’નો પ્રારંભ

જૂનાગઢ: પવિત્ર ગિરનારની તળેટી અને ભવનાથના ક્ષેત્રમાં આજથી તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળા’નો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે મેળાની વિધિવત શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે અભૂતપૂર્વ […]

જૂનાગઢ: પવિત્ર ગિરનારની તળેટી અને ભવનાથના ક્ષેત્રમાં આજથી તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળા’નો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે મેળાની વિધિવત શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ વર્ષના મેળાની સૌથી વિશેષ બાબત એ છે કે, સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા પ્રથમવાર ‘ડમરુ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

  • નગર પ્રવેશ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાધુ-સંતોનો ભવ્ય નગર પ્રવેશ થશે.
  • સ્વાગત: સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે.
  • સમય: સાંજે ૭:૦૦ કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી મંદિર સુધી ૪૦૦ મીટરના રૂટ પર આ યાત્રા નીકળશે, ત્યારબાદ મહાઆરતી યોજાશે.

યાત્રિકોની સુવિધા માટે તંત્ર દ્વારા કોઈ કસર છોડવામાં આવી નથી:

  • રહેવાની વ્યવસ્થા: ૮૦૦ થી ૮૫૦ ભાવિકો માટે ૨,૦૦૦ ચો.મી.નો વિશાળ જર્મન ડોમ તૈયાર કરાયો છે, જેમાં પલંગ, હાઉસકીપિંગ અને મેડિકલ સહાય ઉપલબ્ધ રહેશે.
  • પાર્કિંગ: ઉ૫રકોટ અને વાઘેશ્વરી મંદિર સહિત ૨૫ સ્થળોએ સીસીટીવીથી સજ્જ પાર્કિંગ પ્લોટ્સ બનાવાયા છે.
  • નિ:શુલ્ક પરિવહન: દિવ્યાંગો માટે પાર્કિંગથી મેળા સુધી ૨૫ રિક્ષાઓની ફ્રી સુવિધા રહેશે.
  • પાણી અને સ્વચ્છતા: ૧૪૦ પાણીની પરબ, ૧૧૮ હંગામી ટોયલેટ અને ૧૦ બોટલ ક્રશર મશીન મુકવામાં આવ્યા છે.

સમગ્ર ભવનાથ વિસ્તારને ‘ભગવાન ભોલેનાથ’ની થીમ પર શણગારવામાં આવ્યો છે. ૬ મુખ્ય પ્રવેશદ્વારો પર આકર્ષક રોશની અને કલાત્મક ચિત્રો કંડારાયા છે. યાત્રિકો માટે ૬ વિશેષ સેલ્ફી પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળાના પાંચમા દિવસે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળનારી શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાનું સમાપન થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic