Tuesday, 3 November 2026
  • Home  
  • જનગણના 2027 ના બીજા તબક્કા માટે ગુજરાત સુસજ્જ, મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વપૂર્ણ પરિષદ!
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

જનગણના 2027 ના બીજા તબક્કા માટે ગુજરાત સુસજ્જ, મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વપૂર્ણ પરિષદ!

ગાંધીનગર: દેશના સૌથી મોટા અને મહત્વપૂર્ણ આંકડાકીય અભિયાન એવા ‘જનગણના 2027’ (Census 2027) ની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા વ્યાપક સ્તરે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જનગણનાના બીજા તબક્કા એટલે કે વસ્તીની ગણતરી (Population Enumeration) માટે રાજ્યસ્તરીય મુખ્ય જનગણના અધિકારીઓ (Principal Census Officers – PCOs) ની એક ઉચ્ચસ્તરીય પરિષદ સોમવારે ગાંધીનગર […]

ગાંધીનગર: દેશના સૌથી મોટા અને મહત્વપૂર્ણ આંકડાકીય અભિયાન એવા ‘જનગણના 2027’ (Census 2027) ની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા વ્યાપક સ્તરે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જનગણનાના બીજા તબક્કા એટલે કે વસ્તીની ગણતરી (Population Enumeration) માટે રાજ્યસ્તરીય મુખ્ય જનગણના અધિકારીઓ (Principal Census Officers – PCOs) ની એક ઉચ્ચસ્તરીય પરિષદ સોમવારે ગાંધીનગર ખાતે યોજાઈ હતી. ગુજરાત સરકારના મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યવ્યાપી સહભાગિતા અને સુચારૂ સંકલન સુનિશ્ચિત કરવા માટે તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશ્નરો તેમજ જિલ્લા સ્તરના મુખ્ય હિતધારકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

પરિષદના પ્રારંભે જનગણના કાર્ય નિર્દેશાલય (DCO), ગુજરાતના નિયામક સુજલ જે. મયાત્રા (IAS) એ સ્વાગત પ્રવચન આપવાની સાથે વસ્તીની ગણતરીના બીજા તબક્કા અંગેની સમગ્ર રૂપરેખા અને રોડમેપ રજૂ કર્યો હતો. આ પ્રસંગે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા ભારતના મહારજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર મૃગ્યુંજય કુમાર નારાયણે (ORGI) ગુજરાત વહીવટી તંત્રની કામગીરીના મુક્તકંઠે વખાણ કર્યા હતા. તેમણે મુખ્ય સચિવના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમ તબક્કાની ઘરયાદીની કામગીરી (House Listing Operation – HLO) સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે જનગણનાના આંકડા એ માત્ર આંકડા નથી પરંતુ રાષ્ટ્રીય વિકાસ અને પુરાવા આધારિત નીતિ ઘડતરનો મુખ્ય પાયો છે. આ સાથે તેમણે સ્વ-ગણતરી (Self-Enumeration) પ્રક્રિયામાં વધુમાં વધુ જાહેર સહભાગિતા સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

પોતાના અધ્યક્ષીય સંબોધનમાં મુખ્ય સચિવ એમ. કે. દાસે આંકડાઓની ચોકસાઈ, ગુણવત્તા અને અદ્યતન આયોજન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જનગણના એ સમગ્ર વિશ્વનો સૌથી મોટો આંકડાકીય કવાયતરૂપ કાર્યક્રમ છે, જેના આધારે ભવિષ્યની શાળાઓ, આંગણવાડીઓ, રોજગારીની તકો, શહેરી આયોજન, આરોગ્ય સુવિધાઓ અને ગરીબી નાબૂદી જેવા કલ્યાણકારી ક્ષેત્રોની યોજનાઓ ઘડવામાં આવે છે. જનગણનાના આંકડા અસરકારક સુશાસનની પાયાની જરૂરિયાત હોવાથી તેમણે તમામ કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશ્નરોને આ રાષ્ટ્રીય કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અને અંગત ધ્યાન આપીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સખત આદેશ આપ્યા હતા.

પરિષદ દરમિયાન તાલીમ માળખું, પ્રશ્નાવલીની વિભાવનાઓ, બીજા તબક્કા માટે ઉપયોગમાં લેવાનારા આધુનિક ડિજિટલ સાધનો, કાનૂની માળખું અને મીડિયા પ્રચાર-પ્રસાર વ્યૂહરચના જેવા વિષયો પર રાષ્ટ્રીય તાલીમકારો દ્વારા ગહન ટેકનિકલ સત્રો યોજાયા હતા. સમગ્ર પરિષદના અંતે રાજ્ય વહીવટી તંત્ર દ્વારા જનગણના 2027 ની સમગ્ર પ્રક્રિયાને ઉચ્ચતમ ચોકસાઈ અને કાર્યક્ષમતા સાથે પાર પાડવાની મક્કમ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic