Wednesday, 1 April 2026
  • Home  
  • VMCનું દર વર્ષનું રૂ.130 કરોડનું વીજ બિલ ઘટાડવા માસ્ટર પ્લાન, વડોદરામાં હવે જોવા મળશે ‘સોલાર ટ્રી’
- ગુજરાત - મધ્ય ગુજરાત

VMCનું દર વર્ષનું રૂ.130 કરોડનું વીજ બિલ ઘટાડવા માસ્ટર પ્લાન, વડોદરામાં હવે જોવા મળશે ‘સોલાર ટ્રી’

વડોદરા: વૈશ્વિક સ્તરે વધી રહેલા તાપમાન અને તેની સાથે વધતી જતી એનર્જીની માંગને પહોંચી વળવા વડોદરા મહાનગરપાલિકાએ કમર કસી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, પાલિકાના કરોડો રૂપિયાના વીજ બિલના ભારણને ઘટાડવા માટે હવે વ્યાપક સ્તરે સોલાર એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે. જાહેર સ્થળો પર લાઈટો માટે પાલિકા […]

વડોદરા: વૈશ્વિક સ્તરે વધી રહેલા તાપમાન અને તેની સાથે વધતી જતી એનર્જીની માંગને પહોંચી વળવા વડોદરા મહાનગરપાલિકાએ કમર કસી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, પાલિકાના કરોડો રૂપિયાના વીજ બિલના ભારણને ઘટાડવા માટે હવે વ્યાપક સ્તરે સોલાર એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે વિગતો આપતા કહ્યું કે, વડોદરા મનપા દર વર્ષે જાહેર સુવિધાઓ, સ્ટ્રીટ લાઈટ્સ અને પબ્લિક એનર્જી મેકેનિઝમ પાછળ અંદાજે ₹130 કરોડ રૂપિયાનું વીજ બિલ ભરે છે. આ જંગી ખર્ચને ઓછો કરવા અને લોન્ગ ટર્મમાં ‘ગ્રીન એનર્જી’ તરફ વળવા માટે પાલિકાએ ત્રણ તબક્કાનું આયોજન તૈયાર કર્યું છે. ભારત અને ગુજરાત સરકારના ‘નેટ ઝીરો’ (Net Zero) લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આ પગલું અત્યંત નિર્ણાયક સાબિત થશે.

VMC કમિશનરે વધુમાં જણાવ્યું કે, પાલિકાના આયોજન મુજબ, પ્રથમ તબક્કામાં શહેરના જાહેર સ્થળો, ટ્રાફિક સર્કલ્સ અને ગાર્ડન્સમાં સોલાર પેનલ્સ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ માટે ‘સોલાર ટ્રી’ (Solar Tree) નો નવતર કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવશે.

  • પ્રથમ ફેઝ: ૩ મુખ્ય સ્થળો પર અમલીકરણ.
  • બીજો ફેઝ: ૧૨ સ્થળોનો સમાવેશ.
  • લોન્ગ ટર્મ: કુલ ૩૬ સ્થળો પર સોલાર ટ્રી અને પેનલ્સ લગાવવામાં આવશે.

માત્ર સોલાર ટ્રી જ નહીં, પરંતુ પાલિકા સોલાર રૂફ ટોપ અને કેનાલ પર પણ સોલાર પેનલ્સ લગાવવા માટે વિચારણા કરી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે, વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવર ખાતે ‘ફ્લોટિંગ સોલાર’ (Floating Solar) પ્લાન્ટ સ્થાપવા માટેનો પ્રાથમિક સર્વે હાલમાં ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ્સ સફળ થવાથી પાલિકાની એનર્જી એફિશિયન્સી વધશે અને પર્યાવરણની જાળવણી સાથે તિજોરી પરનો ભાર પણ ઘટશે.

કમિશનરે નાગરિકોને પણ સોલાર એનર્જી અપનાવવા પ્રોત્સાહિત કર્યા છે, જેથી વડોદરા શહેર ગ્રીન અને ક્લીન એનર્જીના ક્ષેત્રમાં અગ્રેસર બની શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic