Sunday, 31 May 2026
  • Home  
  • અમદાવાદ એરપોર્ટ પર હવે ૮ મિનિટમાં પિકઅપ-ડ્રોપ કરવું પડશે, મુસાફરો અને સંબંધીઓમાં ભારે રોષ
- ગુજરાત - મધ્ય ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર હવે ૮ મિનિટમાં પિકઅપ-ડ્રોપ કરવું પડશે, મુસાફરો અને સંબંધીઓમાં ભારે રોષ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર પિકઅપ અને ડ્રોપ માટેની સમયમર્યાદા ઘટાડવાના નિર્ણયથી મુસાફરો અને તેમના સગા-સંબંધીઓને લેવા-મૂકવા આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને તેમના વાહનમાંથી ઉતારવા કે બેસાડવા માટેનો ફ્રી સમય ૧૦ મિનિટથી ઘટાડીને ૮ મિનિટ કરવામાં આવ્યો છે. જો કોઈ વાહનચાલક આ ૮ મિનિટની સમયમર્યાદામાં […]

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર પિકઅપ અને ડ્રોપ માટેની સમયમર્યાદા ઘટાડવાના નિર્ણયથી મુસાફરો અને તેમના સગા-સંબંધીઓને લેવા-મૂકવા આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને તેમના વાહનમાંથી ઉતારવા કે બેસાડવા માટેનો ફ્રી સમય ૧૦ મિનિટથી ઘટાડીને ૮ મિનિટ કરવામાં આવ્યો છે.

જો કોઈ વાહનચાલક આ ૮ મિનિટની સમયમર્યાદામાં પોતાનું વાહન લઈને એરપોર્ટ પરિસરમાંથી બહાર નહીં નીકળે, તો તાત્કાલિક ફાસ્ટ ટેગ સિસ્ટમ દ્વારા તેના ખાતામાંથી ₹૧૦૦ થી ₹૧૫૦ સુધીનો ચાર્જ (ચાંદલો) કાપી લેવામાં આવશે.

એરપોર્ટ પર પોતાના સંબંધીઓને લેવા કે મૂકવા આવતા લોકો આ નવા નિયમને અવ્યવહારુ ગણાવી રહ્યા છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે, ૮ મિનિટમાં પિકઅપ કે ડ્રોપની પ્રક્રિયા પૂર્ણ કરવી વ્યવહારિક રીતે શક્ય જ નથી.

નારાજગી વ્યક્ત કરતાં લોકોએ જણાવ્યું કે:

  • લગેજ ક્લેઇમ: પેસેન્જરને ફ્લાઇટમાંથી બહાર નીકળીને પોતાનો લગેજ ક્લેઇમ કરવામાં જ સામાન્ય રીતે ૧૦ થી ૧૫ મિનિટનો સમય લાગી જાય છે.
  • ટ્રાફિક અને લોડિંગ: આટલો સમય વીત્યા પછી, ગાડી સુધી પહોંચવું, બેગ ગાડીમાં મૂકવી, ગાડી સ્ટાર્ટ કરવી અને એરપોર્ટ પરના ટ્રાફિકમાંથી ૮ મિનિટમાં બહાર નીકળવું એ તો ચમત્કાર થાય તો જ શક્ય છે.

બીજી તરફ, અમદાવાદ એરપોર્ટના PRO (પ્રોજેક્ટ રિલેશન ઓફિસર) કરણ વાઢેરાએ આ નિયમનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ઓથોરિટી દ્વારા આ અંગે ચેક કરવામાં આવ્યું હતું અને તેમને તો પિકઅપ અને ડ્રોપઆઉટ માટે ૫ મિનિટ પણ પૂરતી (ઇનફ) લાગી રહી છે.

જોકે, મુસાફરોના આક્રોશને જોતા પાલિકાના આ નિર્ણયથી એરપોર્ટ પર નારાજગી અને દંડનો ભોગ બનવાની ફરિયાદો વધે તેવી સંભાવના છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic