Sunday, 31 May 2026
  • Home  
  • સાણંદ બનશે ભારતનું ‘સેમિકન્ડક્ટર હબ’, PM નરેન્દ્ર મોદી 31 માર્ચે સેમીકોન પ્લાન્ટનું કરશે લોકાર્પણ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દેશ-દુનિયા - બિઝનેસ

સાણંદ બનશે ભારતનું ‘સેમિકન્ડક્ટર હબ’, PM નરેન્દ્ર મોદી 31 માર્ચે સેમીકોન પ્લાન્ટનું કરશે લોકાર્પણ

સાણંદ: ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ સાણંદ ખાતે ‘કેન્સ સેમિકોન’ (Kaynes Semicon) ના OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. રૂ.3,300 કરોડના રોકાણ સાથે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ ભારત મિશન હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો, જે હવે કાર્યરત થવા માટે સજ્જ છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે […]

સાણંદ: ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ સાણંદ ખાતે ‘કેન્સ સેમિકોન’ (Kaynes Semicon) ના OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. રૂ.3,300 કરોડના રોકાણ સાથે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ ભારત મિશન હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો, જે હવે કાર્યરત થવા માટે સજ્જ છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રનો આ વિકાસ ભારત માટે ‘ટેક ફ્યુચર’ (Tech Future) નો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.

તાજેતરમાં 28 ફેબ્રુઆરી, 2026ના રોજ માઈક્રોન પ્લાન્ટના લોકાર્પણ સમયે વડાપ્રધાને ભારતની કાર્યશક્તિની પ્રશંસા કરી હતી. જે પ્રક્રિયા વિકસિત દેશોમાં વર્ષો લે છે, તે ભારતે માત્ર 900 દિવસમાં પૂર્ણ કરી બતાવી છે. જૂન 2023માં થયેલા MOU થી લઈને ફેબ્રુઆરી 2026માં ઉત્પાદન શરૂ થવા સુધીની આ સફર ભારતની નિર્ણાયક નીતિઓ અને ઝડપી રાષ્ટ્રીય વિકાસની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.

સાણંદ, જે અત્યાર સુધી ઓટોમોબાઈલ હબ તરીકે જાણીતું હતું, તે હવે ઝડપથી ભારતનું પ્રથમ ‘ચિપ પેકેજિંગ ક્લસ્ટર’ બની રહ્યું છે. માઈક્રોન ટેકનોલોજી અને કેન્સ સેમિકોન બાદ હવે CG Semi પણ અહીં પોતાનો પ્લાન્ટ સ્થાપી રહ્યું છે. તાઈવાનના ‘હ્સિનચુ સિટી’ અને દક્ષિણ કોરિયાના ‘ગ્યોંગગી’ની જેમ સાણંદ હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

OSAT (Outsourced Semiconductor Assembly and Test) પ્લાન્ટમાં ચિપ્સનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવે છે. સાણંદમાં શરૂ થનારા આ પ્લાન્ટમાં અંદાજિત દરરોજ 60 લાખ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી માત્ર સ્થાનિક આર્થિક વિકાસને જ વેગ નહીં મળે, પરંતુ હજારો યુવાનો માટે રોજગારીની તકો પણ ઉભી થશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, “અમારો ધ્યેય માત્ર ફેક્ટરી સ્થાપવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનો છે.” ભારત હવે ડિઝાઇન એન્જિનિયર્સથી લઈને મશીન ઉત્પાદકો અને લોજિસ્ટિક્સ સુધીની સમગ્ર વેલ્યુ ચેઈન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ ની જાહેરાત આ દિશામાં એક મોટું કદમ છે. અત્યાર સુધી સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ 10 મોટા પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 4 પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતમાં છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic