જમ્મુ અને કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર સુરક્ષા જવાનોએ પાકિસ્તાન તરફથી થઈ રહેલી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. 11 ઓગસ્ટ, 2025ની સાંજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ એક શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો, જેણે વારંવાર ચેતવણી આપવા છતાં બોર્ડર ફેન્સિંગ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.
11 अगस्त 2025 की शाम को, बीएसएफ सैनिकों ने कठुआ जिले, जम्मू में अंतरराष्ट्रीय सीमा (आईबी) पर संदिग्ध गतिविधि देखी, जिसमें एक पाकिस्तानी नागरिक सीमा पार कर आक्रामक रूप से सीमा बाड़ की ओर बढ़ता हुआ दिखाई दिया। सतर्क सैनिकों ने उसे चेतावनी दी, लेकिन उसने कोई ध्यान नहीं दिया। बीएसएफ…— BSF JAMMU (@bsf_jammu) August 11, 2025
BSF જમ્મુના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ ઘટનાની માહિતી આપવામાં આવી છે. ટ્વીટ અનુસાર, BSFના જવાનોએ કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર શંકાસ્પદ ગતિવિધિ જોઈ હતી. એક પાકિસ્તાની નાગરિક આક્રમક રીતે સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સતર્ક જવાનોએ તેને રોકવા માટે ચેતવણી આપી, પરંતુ તેણે તેનું ધ્યાન આપ્યું ન હતું.
જ્યારે તે ઘૂસણખોર આગળ વધી રહ્યો હતો અને ખતરાનો અહેસાસ થતાં જ BSFના જવાનોએ તેના પર ગોળીબાર કર્યો, જેના કારણે તે ઘાયલ થયો. ઘાયલ ઘૂસણખોરને તાત્કાલિક BSFની કસ્ટડીમાં લેવામાં આવ્યો અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. જોકે, સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ પાકિસ્તાન રેન્જર્સ સાથે સંપર્ક કરીને સત્તાવાર રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. BSFના જવાનોની આ સતર્કતા અને સમયસૂચકતાના કારણે દેશની સુરક્ષા સામે ઊભો થયેલો સંભવિત ખતરો ટાળી શકાયો છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે સરહદ પર ભારતીય સુરક્ષા દળો કેટલા સતર્ક અને સજ્જ છે.
