Thursday, 11 June 2026
  • Home  
  • દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ : ૮નાં મોત, ૨૪ ઘાયલ
- દેશ-દુનિયા

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ : ૮નાં મોત, ૨૪ ઘાયલ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. શહેરના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ પાસે ઊભેલી એક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા ૮ લોકોનાં મોત થયા છે અને અન્ય ૨૪ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા અને […]

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. શહેરના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ પાસે ઊભેલી એક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા ૮ લોકોનાં મોત થયા છે અને અન્ય ૨૪ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા અને આસપાસ દૂર-દૂર સુધી માનવઅંગો વેરવિખેર થઈ ગયા હતા.

પ્રાથમિક અહેવાલો અનુસાર, આ વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક નજીક પાર્ક કરેલી એક કારમાં થયો હતો. ધમાકાને કારણે કારમાં તુરંત આગ લાગી હતી અને આગે ઝડપથી નજીકમાં ઊભેલી અન્ય ત્રણ ગાડીઓને પણ ઝપેટમાં લીધી હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં ૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ૨૪ લોકોને ઈજા પહોંચી છે. ઘાયલોને તાત્કાલિક એલએનજેપી હોસ્પિટલ સહિતની અન્ય હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.

એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું કે, “મેં મારા જીવનમાં ક્યારેય આટલો જોરદાર ધમાકો સાંભળ્યો નથી. મને લાગ્યું કે અમે બધા મરી જઈશું.” અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે સડક પર લાશોના ટુકડા વિખેરાયેલા હતા, જે દ્રશ્ય અકલ્પનીય હતું.

વિસ્ફોટની માહિતી મળતાં જ દિલ્હી પોલીસ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દિલ્હી પોલીસના અધિકારીઓએ હાલમાં વિસ્ફોટના કારણ વિશે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું છે કે તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમો પણ સ્થળ પર પુરાવા એકત્ર કરી રહી છે. ઘટનાસ્થળને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે.

આ ગંભીર ઘટના બાદ દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બિહારમાં ચૂંટણીને કારણે પહેલેથી જ ઉચ્ચ સ્તરીય સુરક્ષા હતી. સીઆરપીએફના ડીઆઈજી કિશોર પ્રસાદ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળની સમીક્ષા કરી રહ્યા છે. આ ઘટનાની પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic