Thursday, 11 June 2026
  • Home  
  • દરિયાઈ સીમાના અડીખમ પ્રહરીઓ માટે વિશેષ સન્માન, CM ભૂપેન્દ્ર પટેલે ‘ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ’ વિડીયો બુકનું કર્યું વિમોચન
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

દરિયાઈ સીમાના અડીખમ પ્રહરીઓ માટે વિશેષ સન્માન, CM ભૂપેન્દ્ર પટેલે ‘ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ’ વિડીયો બુકનું કર્યું વિમોચન

ગાંધીનગર: ભારતીય દરિયાઈ સીમાઓના અડીખમ પ્રહરી એવા ‘ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ’ (ICG) ની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણીતા પત્રકાર અને લેખક ડો. વિવેક ભટ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ-ધ રીયલ હિરોઝ ઓફ ઇન્ડિયા’ નામની વિડીયો બુક અને ડોક્યુમેન્ટરીનું […]

ગાંધીનગર: ભારતીય દરિયાઈ સીમાઓના અડીખમ પ્રહરી એવા ‘ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ’ (ICG) ની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણીતા પત્રકાર અને લેખક ડો. વિવેક ભટ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ-ધ રીયલ હિરોઝ ઓફ ઇન્ડિયા’ નામની વિડીયો બુક અને ડોક્યુમેન્ટરીનું વિમોચન કર્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, પાછલા 50 વર્ષોમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રાષ્ટ્રની દરિયાઈ સીમા સુરક્ષાના અનેક ઉત્કૃષ્ટ ઉદાહરણો પ્રસ્થાપિત થયા છે. કોસ્ટગાર્ડ આજે આત્મનિર્ભર ભારતની એક વિશેષ ઓળખ બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાતનો છે, જે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો છે. ‘વયં રક્ષામઃ’ (અમે રક્ષણ કરીએ છીએ) ના મંત્રને આત્મસાત કરી, ભયાનક વાવાઝોડાં હોય કે સમુદ્રના તોફાની મોજાં, આપણા તટરક્ષકો રાષ્ટ્રની સુરક્ષા કાજે દિવસ-રાત ખડેપગે રહે છે.

પુસ્તકના લેખક ડૉ. વિવેક ભટ્ટે આ પ્રસંગે પોતાની સફર વિશે વાત કરતા જણાવ્યું કે, તેઓ પાછલા 23 વર્ષોથી દર વર્ષે સરહદ પર જઈને ભારતીય સેના અને જવાનોનું મનોબળ વધારવાનું કાર્ય કરી રહ્યા છે. તેમણે અનુભવેલી અને લખેલી રોમાંચક ગાથાઓ આ પુસ્તકમાં ડિજિટલ માધ્યમથી કંડારવામાં આવી છે. ડૉ. ભટ્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તટરક્ષકો પરની આ વીડિયો બુક દેશના યુવાઓ અને આવનારી પેઢી માટે રાષ્ટ્રપ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ બનશે.

પાંચ દાયકાની અવિરત સેવા અને સાહસને આધુનિક ડિજિટલ ટેકનોલોજી દ્વારા લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે. આ ડોક્યુમેન્ટરી આપણા આ રિયલ-લાઇફ હીરોઝની શૌર્યગાથાને જન-જન સુધી પહોંચાડવાનું કામ કરશે. દરિયાઈ સુરક્ષા સાથે સંકળાયેલી આ શૌર્ય ગાથાઓ માત્ર મનોરંજન નહીં પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનું પણ ભાન કરાવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic