Tuesday, 1 September 2026
  • Home  
  • ડમરુના નાદથી ગુંજી વડનગર નગરી : Dy.CM હર્ષ સંઘવીએ કરાવી શ્રાવણોત્સવની ભવ્ય શરૂઆત
- ઉત્તર ગુજરાત - ગુજરાત

ડમરુના નાદથી ગુંજી વડનગર નગરી : Dy.CM હર્ષ સંઘવીએ કરાવી શ્રાવણોત્સવની ભવ્ય શરૂઆત

મહેસાણા / વડનગર: ઐતિહાસિક અને પ્રાચીન નગરી વડનગરના આંગણે ભક્તિ, સંસ્કૃતિ અને લોક-આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત પવિત્ર ‘વડનગર શ્રાવણોત્સવ’ નો મંગલ પ્રારંભ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના કિનારેથી કરવામાં આવ્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વહેલી સવારે પોતે ડમરુ વગાડીને મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ‘ડમરુ યાત્રા’ નું પ્રસ્થાન કરાવ્યું […]

મહેસાણા / વડનગર: ઐતિહાસિક અને પ્રાચીન નગરી વડનગરના આંગણે ભક્તિ, સંસ્કૃતિ અને લોક-આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત પવિત્ર ‘વડનગર શ્રાવણોત્સવ’ નો મંગલ પ્રારંભ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના કિનારેથી કરવામાં આવ્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વહેલી સવારે પોતે ડમરુ વગાડીને મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ‘ડમરુ યાત્રા’ નું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ૧૦૮ કલાકારોના એકસાથે થતા ગંભીર ડમરુ વાદનના ગુંજારવથી સમગ્ર વડનગર નગરી શિવમય બની ગઈ હતી.

વડનગરની ગરિમા અને પરંપરાગત શિવભક્તિને ઉજાગર કરતી આ ડમરુ યાત્રામાં દેશભરના ૧૦૮ નિષ્ણાત કલાકારો જોડાયા હતા. યાત્રા શર્મિષ્ઠા તળાવથી પ્રારંભ થઈને અર્જુન બારી, ભગતના ગલ્લા, જુના ચાચરે, શ્રી સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈને અંતે સુપ્રસિદ્ધ શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરે સંપન્ન થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન વડનગરના નાગરિકો અને સહેલાણીઓએ પુષ્પવર્ષા તથા હર હર મહાદેવના નાદ સાથે યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ધાર્મિક ઉત્સવની સાથે સાથે વડનગરના પ્રવાસન ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘વડનગર હેરિટેજ ઑટો રિક્ષા’ સેવાનો પણ સત્તાવાર પ્રારંભ કરાવ્યો હતો. વિશેષ આકર્ષણ એ રહ્યું કે નાયબ મુખ્યમંત્રીએ પોતે જ આ હેરિટેજ ઓટોમાં બેસીને સવારી કરી હતી અને સ્થાનિક પ્રોજેક્ટની ગુણવત્તા તપાસી હતી. આ નવતર પહેલથી વડનગરમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને શહેરનો વારસો નિહાળવાનો એક અનોખો અનુભવ મળશે અને સ્થાનિક રોજગારીને વેગ મળશે.

યાત્રાના સમાપન બાદ નાયબ મુખ્યમંત્રીએ પ્રાચીન હાટકેશ્વર મહાદેવના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી હતી. તેમણે મંદિરે ઉપસ્થિત ભક્તો અને શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ, વડનગરના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલા વિવિધ માળખાકીય અને પ્રવાસન પ્રોજેક્ટ્સ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા અને રાજ્ય કક્ષાના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી અને વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ તેમજ વરિષ્ઠ અધિકારી રાજકુમાર બેનિવાલ, કુલદીપ આર્ય અને જિલ્લા કલેક્ટર શાલિની દુહાન સહિતના ઉચ્ચ પોલીસ અને સિવિલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic