Thursday, 29 October 2026
  • Home  
  • વરુણ ધવન અને કૃતિ સેનનની જોડી ફરી જામશે! હોલીવુડની સુપરહિટ હોરર ફિલ્મ ‘ઓબ્સેસન’ના હિન્દી વર્ઝનને આપશે અવાજ
- મનોરંજન

વરુણ ધવન અને કૃતિ સેનનની જોડી ફરી જામશે! હોલીવુડની સુપરહિટ હોરર ફિલ્મ ‘ઓબ્સેસન’ના હિન્દી વર્ઝનને આપશે અવાજ

બોલિવૂડના લોકપ્રિય અને ચર્ચિત કલાકારો વરુણ ધવન અને કૃતિ સેનનની શાનદાર જોડી ફરી એકવાર દર્શકો સમક્ષ એક રોમાંચક પ્રોજેક્ટ સાથે પરત ફરી રહી છે, જો કે આ વખતે તેઓ કોઈ નવી ફિલ્મમાં અભિનય કરતા જોવા નહીં મળે, પરંતુ હોલીવુડની બ્લોકબસ્ટર હોરર ફિલ્મ ‘ઓબ્સેસન’ (Obsession) ના હિન્દી વર્ઝન માટે પોતાના અવાજનો જાડુ પથરાવશે. દિગ્દર્શક કરી બાર્કર […]

બોલિવૂડના લોકપ્રિય અને ચર્ચિત કલાકારો વરુણ ધવન અને કૃતિ સેનનની શાનદાર જોડી ફરી એકવાર દર્શકો સમક્ષ એક રોમાંચક પ્રોજેક્ટ સાથે પરત ફરી રહી છે, જો કે આ વખતે તેઓ કોઈ નવી ફિલ્મમાં અભિનય કરતા જોવા નહીં મળે, પરંતુ હોલીવુડની બ્લોકબસ્ટર હોરર ફિલ્મ ‘ઓબ્સેસન’ (Obsession) ના હિન્દી વર્ઝન માટે પોતાના અવાજનો જાડુ પથરાવશે. દિગ્દર્શક કરી બાર્કર (Curry Barker) દ્વારા નિર્મિત આ સુપરહિટ હોલીવુડ હોરર ફિલ્મે બોક્સઓફિસ પર શાનદાર સફળતા મેળવી હતી, અને હવે આ ફિલ્મ ભારતીય દર્શકો માટે ઓટીટી પ્લેટફોર્મ પર હિન્દી ભાષામાં રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ મોટું અપડેટ સામે આવ્યા બાદ બંને લોકપ્રિય કલાકારોના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ વરુણ ધવન અને કૃતિ સેનને ફિલ્મમેકર અમર કૌશિક સાથેની એક નવી ભાગીદારીની ઝલક આપી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર એવી અટકળો વહેતી થઈ હતી કે કદાચ તેઓ ‘ભેડિયા ૨’ માટે સાથે આવી રહ્યા છે. જો કે, બાદમાં ખુલાસો થયો હતો કે આ લોકપ્રિય જોડી હોલીવુડની હોરર બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઓબ્સેસન’ના હિન્દી ડબિંગ વર્ઝન માટે સાથે આવી છે. આ ફિલ્મ આગામી ૩૦ ઓક્ટોબરના રોજ સાંજે ૭ વાગ્યે ‘ધ પીકોક હબ’ પર જિયોહોટસ્ટાર (JioHotstar) પર અનકટ ફોર્મેટમાં સ્ટ્રીમ થવા જઈ રહી છે.

ફિલ્મના હિન્દી ડબિંગમાં પાત્રોની વાત કરીએ તો, અભિનેત્રી કૃતિ સેનન ફિલ્મમાં ‘નિકી’ નામના પાત્રને પોતાનો અવાજ આપશે, જે મૂળ ઇન્ડે નાવારેટ્ટે દ્વારા ભજવવામાં આવ્યું છે. જ્યારે વરુણ ધવન ‘બેર’ નામના મુખ્ય પાત્રને અવાજ આપશે, જે મૂળ અંગ્રેજી ફિલ્મમાં માઈકલ જોનસ્ટન દ્વારા ભજવવામાં આવ્યું છે. આ અદ્ભુત સહયોગ અંગે વાત કરતા કૃતિ સેનને જણાવ્યું હતું કે તેને આ ફિલ્મ અને તેના પાત્રો ખૂબ જ પસંદ આવ્યા છે. તેણે કહ્યું કે આ એક અત્યંત રોમાંચક, વિચિત્ર અને ટ્વિસ્ટેડ વાર્તા છે અને તેણે ક્યારેય આટલું એડ્જી પાત્ર અગાઉ ભજવ્યું નથી. કોઈ અન્ય કલાકારના પરફોર્મન્સને અવાજ આપવાનો આ તેનો પહેલો અનુભવ છે, જેના કારણે તે ખૂબ જ ઉત્સાહિત છે.

બીજી તરફ, વરુણ ધવને પણ પોતાના અનુભવ વિશે જણાવતા કહ્યું કે હિન્દી વર્ઝનમાં કામ કરવાથી તેને આ વાર્તાને એક તદ્દન અલગ જ દ્રષ્ટિકોણથી જોવાની તક મળી છે. તેણે ફિલ્મમાં અનેક નાની-નાની વિગતો નોટિસ કરી જે કદાચ પહેલી વારમાં છૂટી ગઈ હોત. જિયોસ્ટારના હિન્દી અને અંગ્રેજી એન્ટરટેઈનમેન્ટ બિઝનેસના વડા આલોક જૈને જણાવ્યું હતું કે વરુણ અને કૃતિ બંને ક્રોસ-જનરેશનલ અપીલ ધરાવે છે અને હોરર શૈલીમાં તેમની કુશળતા દર્શકોને ચોક્કસપણે આકર્ષિત કરશે.

‘ઓબ્સેસન’ ફિલ્મની વાર્તા એક યુવક ‘બેર’ની આસપાસ ફરે છે, જે પોતાની સહકર્મી નિકી પ્રત્યેની પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે સંઘર્ષ કરતો હોય છે. તેનું દિલ જીતવાની આશામાં તે એક જાદુઈ વરદાન માંગે છે જેથી નિકી તેના પ્રેમમાં પડી જાય. શરૂઆતમાં બધું બરાબર ચાલે છે પરંતુ બાદમાં નિકીનો પ્રેમ ભયાનક સ્વરૂપ ધારણ કરી લે છે. વિશ્વભરમાં બોક્સઓફિસ પર ૫૨.૨ મિલિયન ડોલરની કમાણી કરનાર આ ફિલ્મ હવે ભારતીય દર્શકો માટે વરુણ અને કૃતિના અવાજમાં JioHotstar પર ધમાકો મચાવવા આવી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic