ભારતીય સિનેમા જગતમાંથી આજે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ‘હી-મેન’ અને ‘ધરમ ગરમ’ તરીકે લોકપ્રિય, દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર બોલિવૂડ શોક મગ્ન બની ગયું છે. આ દુઃખદ સમાચારની પુષ્ટિ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા કરણ જોહરે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી હતી. કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ લખીને ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
કરણ જોહરની ભાવનાત્મક શ્રદ્ધાંજલિ
કરણે તેમની પોસ્ટમાં ધર્મેન્દ્રને યાદ કરતા લખ્યું:
“It is an end of an ERA….. a massive mega star… the embodiment of a HERO in mainstream cinema… incredibly handsome and the most enigmatic screen presence … he is and will always be a bonafide Legend of Indian Cinema… defining and richly present in the pages of cinema history…”
આ પોસ્ટમાં કરણ જોહરે જણાવ્યું કે, ધર્મેન્દ્રના નિધનથી જાણે એક ‘યુગનો અંત’ આવી ગયો છે. તેમણે ધર્મેન્દ્રને એક વિશાળ મેગા સ્ટાર, મેઇનસ્ટ્રીમ સિનેમામાં ‘હીરો’નું પ્રતીક, અવિશ્વસનીય રીતે હેન્ડસમ અને સૌથી રહસ્યમય સ્ક્રીન પ્રેઝન્સ ધરાવતા કલાકાર તરીકે ગણાવ્યા. તેમણે ભારપૂર્વક કહ્યું કે ધર્મેન્દ્ર ભારતીય સિનેમાના એક પ્રમાણભૂત લિજેન્ડ હતા અને હંમેશા રહેશે, જેમનું યોગદાન સિનેમાના ઇતિહાસના પાનાઓમાં સમૃદ્ધ રીતે હાજર છે.
સિનેમા જગતની હસ્તીઓ પહોંચી:
ધર્મેન્દ્રના નિધનના સમાચાર મળતા જ મુંબઈમાં તેમના નિવાસસ્થાને અને વિલે પાર્લે સ્મશાનગૃહ ખાતે સિનેમા જગતની મોટી હસ્તીઓનો આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
મુંબઈના વિલે પાર્લે સ્મશાનગૃહ ખાતે અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન સહિત અનેક કલાકારો શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. આ પહેલા, ધર્મેન્દ્રના નિવાસસ્થાનેથી એક એમ્બ્યુલન્સ પણ રવાના થઈ હતી અને મોટી સંખ્યામાં સેલિબ્રિટીઓ તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, તેમના સ્વાસ્થ્ય અંગેનો કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
ધર્મેન્દ્રએ તેમની લાંબી કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને શોલે, સત્યકામ, મેરા ગાંવ મેરા દેશ, ચુપકે ચુપકે જેવી અનેક બ્લોકબસ્ટર અને કલ્ટ ક્લાસિક ફિલ્મો આપી છે. તેમના નિધનથી ભારતીય સિનેમા જગતને મોટી ખોટ પડી છે.
