વડોદરા: મુસાફરોની સુવિધા અને આગામી તહેવારોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે, વડોદરા મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ (શનિવાર) અને તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ (રવિવાર) ના રોજ એકતાનગર અને પ્રતાપનગર વચ્ચે વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને સપ્તાહના અંતે એકતાનગર આવતા-જતા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ટ્રેનનો સમય અને રૂટ:
ટ્રેન નંબર: ૦૯૧૦૮ એકતાનગર – પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
આગમન અને પ્રસ્થાનનો સમય:
એકતાનગર: પ્રસ્થાન – ૧૯:૪૫ વાગ્યે
ચાંદોદ: આગમન – ૨૦:૧૦ વાગ્યે, પ્રસ્થાન – ૨૦:૧૧ વાગ્યે
ડભોઈ: આગમન – ૨૦:૩૦ વાગ્યે, પ્રસ્થાન – ૨૦:૪૦ વાગ્યે
પ્રતાપનગર: આગમન – ૨૧:૧૦ વાગ્યે
પશ્ચિમ રેલવે વડોદરા મંડળે મુસાફરોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અને સુરક્ષિત તથા આરામદાયક મુસાફરી કરવા અપીલ કરી છે.
