Friday, 2 October 2026
  • Home  
  • ફ્લાયદુબઈ પ્લેનમાં પાઇલટ્સ વચ્ચે મારામારી, કાયરતાપૂર્ણ પ્રયાસ નિષ્ફળ જતાં સાઉદીમાં ઇમરજન્સી લેન્ડિંગ!
- દેશ-દુનિયા

ફ્લાયદુબઈ પ્લેનમાં પાઇલટ્સ વચ્ચે મારામારી, કાયરતાપૂર્ણ પ્રયાસ નિષ્ફળ જતાં સાઉદીમાં ઇમરજન્સી લેન્ડિંગ!

તેલ અવીવ/રિયાધ: દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) ની બોઈંગ ૭૩૭ મેક્સ વિમાનમાં મધ્ય આકાશમાં એક અત્યંત સનસનાટીભરી અને ભયાનક ઘટના સામે આવી છે. વિમાનના કોકપિટમાં જ બે પાઇલટ્સ વચ્ચે હિંસક ઝઘડો થતાં અને એક પાઇલટે પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કરતા હાઈજેકિંગનો મોટો ભય સર્જાયો હતો. ફ્લાઇટ દરમિયાન અચાનક વિમાન હજારો ફૂટ નીચે તરફ ખાબકવા […]

તેલ અવીવ/રિયાધ: દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) ની બોઈંગ ૭૩૭ મેક્સ વિમાનમાં મધ્ય આકાશમાં એક અત્યંત સનસનાટીભરી અને ભયાનક ઘટના સામે આવી છે. વિમાનના કોકપિટમાં જ બે પાઇલટ્સ વચ્ચે હિંસક ઝઘડો થતાં અને એક પાઇલટે પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કરતા હાઈજેકિંગનો મોટો ભય સર્જાયો હતો. ફ્લાઇટ દરમિયાન અચાનક વિમાન હજારો ફૂટ નીચે તરફ ખાબકવા લાગતાં વિમાનમાં સવાર ૧૮૦ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, અન્ય મુસાફરો અને ઓફ-ડ્યુટી પાઇલટ્સની સમયસૂચકતાને કારણે મોટો અકસ્માત ટળ્યો હતો અને વિમાનને સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર સલામત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

રિપોર્ટ્સ મુજબ, ઉડાન દરમિયાન કોકપિટની અંદર બંને પાઇલટ્સ વચ્ચે તીવ્ર બોલાચાલી બાદ હિંસક ઝડપ થઈ હતી. આ દરમિયાન એક પાઇલટે કેપ્ટન પર ખિસ્સામાંથી ચાકુ કાઢીને હુમલો કરી દીધો હોવાનો અને લોહીલુહાણ કરી દીધા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. હુમલા બાદ વિમાન પરનું નિયંત્રણ ગુમાવતા પ્લેન ૨૧,૬૫૦ ફૂટની ઊંચાઈએથી સીધું ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈ પર નીચે ખાબક્યું હતું. વિમાનમાં ચીસાચીસ મચી ગઈ હતી અને મુસાફરોને લાગ્યું કે હવે તેમનું બચવું અશક્ય છે. આ દરમિયાન કોકપિટમાંથી હાઈજેકિંગ અને કટોકટી દર્શાવતો આંતરરાષ્ટ્રીય સિક્રેટ એમર્જન્સી સિગ્નલ ‘સ્ક્વોક કોડ ૭૫૦૦’ (Squawk Code 7500) ટ્રાન્સમિટ થતાં જમીન પર સિક્યુરિટી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.

પરિસ્થિતિ ગંભીર બનતા જ ઈઝરાયેલ સરકાર અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રીએ તાકીદની બેઠક યોજી હતી અને ઈઝરાયેલની હવાઈ સીમામાં યુદ્ધવિમાનો (Warplanes) રવાના કરી દેવાયા હતા. જોકે, ફ્લાઇટમાં સવાર અન્ય ઓફ-ડ્યુટી પાઇલટ્સ અને જાગૃત મુસાફરોએ હુમલાખોર પાઇલટને કાબૂમાં લીધો હતો અને વિમાનનો કન્ટ્રોલ સંભાળીને સાઉદી અરેબિયાની સરહદમાં ઉતાર્યું હતું.

હાલ સાઉદી અરેબિયાના સત્તાવાળાઓ દ્વારા સમગ્ર ઘટનાની આતંકવાદી એંગલથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્લેનમાં સવાર તમામ ૧૮૦ મુસાફરોનો આબાદ બચાવ થયો છે, પરંતુ મધ્ય આકાશમાં સર્જાયેલા આ હાઈડ્રામાએ સમગ્ર વિશ્વના એવિએશન સેક્ટર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic