Wednesday, 7 October 2026
  • Home  
  • ખેડા રેલવે સ્ટેશનની રૂ. ૪ કરોડની સોનાની લૂંટનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ, PI એ ૫૦૦ મીટર ઘસડાઈને આરોપીઓને દબોચ્યા!
- ગુજરાત - મધ્ય ગુજરાત

ખેડા રેલવે સ્ટેશનની રૂ. ૪ કરોડની સોનાની લૂંટનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ, PI એ ૫૦૦ મીટર ઘસડાઈને આરોપીઓને દબોચ્યા!

વિરમગામ: ખેડા રેલવે સ્ટેશન પર સાંજના સમયે બનેલી સોનાની સનસનાટીભરી લૂંટની ઘટનાનો અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પશ્ચિમ રેલવે જીઆરપી (GRP) પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં ઉકેલ લાવી દીધો છે. પોલીસે અત્યંત સાહસિક અને ત્વરિત કામગીરી કરીને લૂંટમાં સંડોવાયેલા તમામ ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી લૂંટાયેલું આશરે ૨.૯૦ કિલોગ્રામ સોનું (કિંમત અંદાજે […]

વિરમગામ: ખેડા રેલવે સ્ટેશન પર સાંજના સમયે બનેલી સોનાની સનસનાટીભરી લૂંટની ઘટનાનો અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પશ્ચિમ રેલવે જીઆરપી (GRP) પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં ઉકેલ લાવી દીધો છે. પોલીસે અત્યંત સાહસિક અને ત્વરિત કામગીરી કરીને લૂંટમાં સંડોવાયેલા તમામ ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી લૂંટાયેલું આશરે ૨.૯૦ કિલોગ્રામ સોનું (કિંમત અંદાજે ₹૪ કરોડ) એટલે કે ૧૦૦ ટકા મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી ટાટા ટિયાગો તેમજ મારુતિ બલેનો કાર જપ્ત કરી લીધી છે. પોલીસ અધિકારીઓની અસાધારણ બહાદુરી અને સમયસૂચકતાના આધારે પાર પડેલા આ ઓપરેશન બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર પોલીસ ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.

ઘટનાની વિગત મુજબ, સાંજે આશરે ૫:૦૦ વાગ્યાના અરસામાં ખેડા રેલવે સ્ટેશન પર આ સોનાની લૂંટ ચલાવવામાં આવી હતી. ભોગ બનનાર વ્યક્તિએ બહાુરી દાખવી આરોપીઓનો પીછો કર્યો હતો અને તેમના વાહનનો ફોટો પાડી લીધો હતો. આ આધારે જીઆરપી ખેડાએ તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચકાસી શંકાસ્પદ ટાટા ટિયાગો કાર અંગે સ્ટેટ કંટ્રોલ રૂમને એલર્ટ કર્યું હતું. સાંજે ૭:૩૦ વાગ્યે આ માહિતી અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળતાં જ તાત્કાલિક રૂટ મેપિંગ, નાકાબંધી અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું. એલસીબી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહે પોતાના ચોક્કસ બાતમીદાર નેટવર્ક દ્વારા કારનું લોકેશન શોધી કાઢ્યું હતું, જ્યાં સામે આવ્યું કે ટિયાગો કારની પાછળ નંબર પ્લેટ વગરની એક બલેનો કાર પણ ચાલી રહી છે.

સંભવિત રૂટ સાચાણા અને વિરમગામ તરફનો હોવાથી એલસીબી અને વિરમગામ ટાઉન પોલીસે તાત્કાલિક નાકાબંધી ગોઠવી દીધી હતી. વિરમગામ ટાઉનમાં પ્રવેશતા પહેલા જ એલસીબીના હિમાંશુ અને વિરમગામ ટાઉન પોલીસના સિદ્ધરાજે રસ્તામાં ટ્રક અને વાહનો આડા મૂકી બલેનો કારને બ્લોક કરી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું કે મુખ્ય સોનું લઈને અન્ય ત્રણ આરોપીઓ ટિયાગો કારમાં આગળ નીકળી ગયા છે. પોલીસે કૂટનીતિ વાપરી પકડાયેલા આરોપી મારફતે અન્ય આરોપીઓને તે જ લોકેશન પર બોલાવ્યા હતા અને પીઆઈ એસ.એ. ગઢવી, પીઆઈ પરેશા જાની તથા એલસીબીની ટીમોએ સ્થળ પર પહોંચી ટિયાગો કારને કોર્ડન કરી લીધી હતી.

પોલીસને જોતાં જ ભાગવાના પ્રયાસમાં આરોપીઓએ પોતાની કાર પીઆઈ એસ.એ. ગઢવીની ગાડી સાથે અથડાવી દીધી હતી અને રિવર્સ ગિયરમાં કાર ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ક્ષણે પીઆઈ એસ.એ. ગઢવીએ પોતાના જીવના જોખમે દોડીને ચાલુ કારનો દરવાજો પકડી લીધો હતો. આરોપીઓએ તેમને ચાલુ ગાડીએ આશરે ૫૦૦ મીટર સુધી રોડ પર ઢસડ્યા હતા, છતાં અસાધારણ હિંમત દાખવી પીઆઈ ગઢવીએ ચાલુ ગાડીનો દરવાજો ખોલી, સ્ટીયરીંગ પર કાબૂ મેળવી ઈમરજન્સી હેન્ડબ્રેક ખેંચી ગાડી અટકાવી દીધી હતી. તુરંત જ અન્ય જવાનોએ કારમાં સવાર તમામ આરોપીઓને દબોચી લીધા હતા અને ખેતરોમાં ભાગેલા એક આરોપીને પણ કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. બલેનો કારના સીટ કવરની અંદર છુપાવેલું ₹૪ કરોડનું સોનું અને બંને કાર જપ્ત કરી પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic