Thursday, 11 June 2026
  • Home  
  • ડૉ. સંપદા મુંડે આત્મહત્યા કેસમાં રાહુલ ગાંધીના ભાજપ પર ગંભીર પ્રહાર, ન્યાયની માંગ
- દેશ-દુનિયા

ડૉ. સંપદા મુંડે આત્મહત્યા કેસમાં રાહુલ ગાંધીના ભાજપ પર ગંભીર પ્રહાર, ન્યાયની માંગ

મહારાષ્ટ્રના સાતારામાં ડોક્ટર સંપદા મુંડેના બળાત્કાર અને ઉત્પીડનથી કંટાળીને કરેલી આત્મહત્યાની ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને આ ઘટનાને ‘સંસ્થાકીય હત્યા’ ગણાવીને ન્યાયની માંગ કરી છે. महाराष्ट्र के सतारा में बलात्कार और उत्पीड़न से तंग आकर डॉ. संपदा मुंडे की आत्महत्या किसी […]

મહારાષ્ટ્રના સાતારામાં ડોક્ટર સંપદા મુંડેના બળાત્કાર અને ઉત્પીડનથી કંટાળીને કરેલી આત્મહત્યાની ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને આ ઘટનાને ‘સંસ્થાકીય હત્યા’ ગણાવીને ન્યાયની માંગ કરી છે.

महाराष्ट्र के सतारा में बलात्कार और उत्पीड़न से तंग आकर डॉ. संपदा मुंडे की आत्महत्या किसी भी सभ्य समाज की अंतरात्मा को झकझोर देने वाली त्रासदी है।

एक होनहार डॉक्टर बेटी, जो दूसरों का दर्द मिटाने की आकांक्षा रखती थी, भ्रष्ट सत्ता और तंत्र में बैठे अपराधियों की प्रताड़ना का शिकार…— Rahul Gandhi (@RahulGandhi) October 26, 2025

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ દુઃખદ ઘટનાને સભ્ય સમાજની અંતરાત્માને હચમચાવી દેનારી દુર્ઘટના ગણાવી છે. તેમણે કહ્યું કે, “એક હોનહાર ડૉક્ટર દીકરી, જે અન્યોનું દર્દ મટાડવાની આકાંક્ષા રાખતી હતી, તે ભ્રષ્ટ સત્તા અને તંત્રમાં બેઠેલા અપરાધીઓની યાતનાનો શિકાર બની ગઈ.”

રાહુલ ગાંધીએ પોતાના આક્ષેપોમાં સ્પષ્ટ કર્યું છે કે, “જેને અપરાધીઓથી જનતાની રક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેણે જ આ નિર્દોષ સામે સૌથી ઘૃણાસ્પદ ગુનો કર્યો – તેની સાથે બળાત્કાર અને શોષણ કર્યું.”

તેમણે વધુ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, “રિપોર્ટ્સ અનુસાર, BJP સાથે જોડાયેલા કેટલાક પ્રભાવશાળી લોકોએ તેના પર ભ્રષ્ટાચારનું દબાણ લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.”

કોંગ્રેસ નેતાએ આ ઘટનાને ‘સત્તા સંરક્ષિત ગુનાહિત વિચારધારાનું સૌથી ઘૃણાસ્પદ ઉદાહરણ’ ગણાવી છે. તેમણે આ આત્મહત્યાને માત્ર આત્મહત્યા નહીં, પરંતુ સંસ્થાકીય હત્યા ગણાવીને સરકાર પર પ્રહાર કર્યા છે.

રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે, “જ્યારે સત્તા અપરાધીઓની ઢાલ બની જાય, તો ન્યાયની અપેક્ષા કોની પાસે રાખવી? ડૉ. સંપદાનું મૃત્યુ આ ભાજપ સરકારના અમાનવીય અને સંવેદનહીન ચહેરાને ઉજાગર કરે છે.”

રાહુલ ગાંધીએ ડૉ. સંપદાના પરિવાર સાથે મજબૂતીથી ઊભા રહેવાની ખાતરી આપી છે. તેમણે #JusticeForDrSampada હેશટેગનો ઉપયોગ કરીને માંગ કરી કે, “ભારતની દરેક દીકરી માટે – હવે ડર નહીં, ન્યાય જોઈએ.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic