Thursday, 11 June 2026
  • Home  
  • આણંદમાં ‘સશક્ત નારી મેળો’ શરૂ: આત્મનિર્ભર બહેનોના હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોનું અદભૂત પ્રદર્શન
- ગુજરાત - મધ્ય ગુજરાત

આણંદમાં ‘સશક્ત નારી મેળો’ શરૂ: આત્મનિર્ભર બહેનોના હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોનું અદભૂત પ્રદર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર મહિલા’ના દૂરંદેશી વિઝનને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો “સશક્ત નારી” મેળો યોજવામાં આવ્યો છે. આણંદના સાંગોડપુરા રોડ પર આવેલા પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે આ ત્રિ-દિવસીય મેળાનો પ્રારંભ મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા અને નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર મહિલા’ના દૂરંદેશી વિઝનને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો “સશક્ત નારી” મેળો યોજવામાં આવ્યો છે. આણંદના સાંગોડપુરા રોડ પર આવેલા પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે આ ત્રિ-દિવસીય મેળાનો પ્રારંભ મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા અને નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.

મેળાના ઉદ્ઘાટન બાદ મંત્રીઓ અને મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ મેળામાં કુલ 95 સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં બહેનોની મહેનત અને કલાનો અદભૂત નમૂનો જોવા મળી રહ્યો છે. મેળામાં મળતી મુખ્ય વસ્તુઓ:

શણગાર: હેન્ડમેડ અને ઇમિટેશન જ્વેલરી, મહેંદી આર્ટ, સાડી અને ડ્રેસ મટીરીયલ.

ખાદ્ય સામગ્રી: ઓર્ગેનિક હળદર, ગાયના દૂધની પ્રોડક્ટ્સ, ઘરગથ્થુ મસાલા, નમકીન, બેકરી આઈટમ અને મિલેટ્સ પ્રોડક્ટ્સ.

હેન્ડીક્રાફ્ટ: હેન્ડલૂમ, તોરણ, કાપડની બેગ, કૃષ્ણના વાઘા અને આયુર્વેદિક નેચરલ સાબુ.

પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. જે સખી મંડળનો પાયો ગુજરાતમાં નંખાયો હતો તે આજે મહિલાઓને રોજગારી આપતું વટવૃક્ષ બન્યું છે.” જ્યારે નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલે ઉમેર્યું કે, આ મેળામાં મળતી વસ્તુઓ આંતરરાષ્ટ્રીય માર્કેટ સાથે હરીફાઈ કરી શકે તેવી ગુણવત્તાસભર છે.

આ મેળો આગામી 23 ડિસેમ્બર સુધી ચાલશે. જિલ્લાના નાગરિકો સવારે 10:00 થી રાત્રે 10:00 કલાક સુધી મેળાની મુલાકાત લઈ શકશે. વચેટિયાઓ વગર સીધા જ મહિલા કારીગરો પાસેથી વસ્તુઓ ખરીદવાની આ એક ઉત્તમ તક છે.

આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી સહિતના મહાનુભાવોએ હાજર રહી બહેનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic